ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે,
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે.
પહેલી કંકોતરી સૂરત શે’ર મોકલાવો રે,
બેન તમે વેગે વેલા આવો રે,
નાના મોટાને સાથે તેડી લાવો રે.
બેન ચલાવે સુંદર મોટી ગાડી રે,
જમાઈને પાડાની અસવારી રે,
ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે,
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે.
બીજી કંકોતરી અમદાવાદ મોકલાવો રે,
કાકી તમે વેગે વેલા આવો રે,
નાના મોટા સૌને સાથે તેડી લાવો રે.
કાકીને રેલગાડીની સવારી રે,
કાકા સાઈકલના પેડલ મારતા આવે રે,
ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે,
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે.
ત્રીજી કંકોતરી મુંબઈ શે’ર મોકલાવો રે,
માસી તમે વેગે વેલા આવો રે,
નાના મોટા સંધાયને તેડી લાવો રે.
માસીને વિમાનની સવારી રે,
માસા કરે ઊંટની અસવારી રે,
ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે,
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે.
ચોથી કંકોતરી સોનગઢ ગામ મોકલાવો રે,
વેવાઈ-વેલા સૌ તમે વેગે વેલા આવો રે,
કટંબ કબીલાને હારે તેડી લાવો રે.
બાઈયું બેસી ગાડે મલપતી આવે રે,
મૂછાળાં સૌ પાછળ દોડતાં આવે રે,
ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે,
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.