દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે,
દાતણ કરશે બાળાવરની જાન રે.
દાદા એને ડગલે ડગલે સરોવર ખોદાવો રે,
નાવણ કરશે બાળાવરની જાન રે.
દાદા એને ડગલે ડગલે કંદોઈ બેસાડો રે,
ભોજન કરશે બાળાવરની જાન રે.
દાદા એને ડગલે ડગલે તંબોળી બેસાડો રે,
મુખવાસ કરશે બાળાવરની જાન રે.
દાદા એને ડગલે ડગલે ઢોલિયા ઢળાવો રે,
પોઢણ કરશે બાળાવરની જાન રે.
દાદા એને ડગલે ડગલે મેડીઓ ચણાવો રે,
ઉતારા કરશે બાળાવરની જાન રે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ