મૂળ અંગ્રેજીમાં એકસો અઠ્ઠાવીસ પૃષ્ઠોમાં છપાયેલી આ કથામાં મધ્યમવર્તી પ્રસંગ એક જ છે. જેનો લેખક છે અર્નેસ્ટ હેમિંગ્વે. એમને ‘ધ ઓલ્ડ મૅન અૅન્ડ ધ સી’ની પ્રભાવક વર્ણનકલા માટે નોબેલ પુરસ્કાર મળેલો છે. આ કૃતિનો ગુજરાતી અનુવાદ રવીન્દ્ર ઠાકોરે ‘અપરાજેય’ નામે કરેલો છે. જે 1952માં પ્રગટ થયેલી અને તેનો અનુવાદ 1991માં થયો.
વૃદ્ધ સાન્ટિયાગો માછલી પકડવાનો ધંધો કરતો. એની સાથે ચાળીસ દિવસ સુધી એક છોકરો પણ આવતો પણ મા-બાપના આદેશ અનુસાર એ બીજી હોડીમાં ગયો. વૃદ્ધ એકલો જ એની મર્યાદાની બહાર દૂર દૂર માછલી પકડવા ગયો. આંકડાએ પકડેલી મોટી માછલી એકલે હાથે ખેંચી લાવવા માટે પ્રયત્ન શરૂ કરે છે. માછલી અને વૃદ્ધ વચ્ચે ખેંચતાણમાં સંઘર્ષને અંતે આખરે માછલી મરી ગઈ. વિજયી વૃદ્ધ આનંદિત થઈ એને ખેંચવા લાગ્યો ત્યાં શાર્ક માછલીઓએ એણે પકડેલી માછલી પર હુમલો કર્યો. માછીમાર અને શાર્ક વચ્ચે લડાઈ જામી. છેવટે વૃદ્ધ કિનારે આવ્યો ત્યારે અઢાર ફૂટ જેટલી લાંબી અને પંદરસો રતલ જેટલું વજન ધરાવતી માછલીનું માત્ર અસ્થિપિંજર જ એની હોડી સાથે ખેંચાતું આવ્યું હતું.
પુષ્કળ ગરીબીમાં જીવતો આ વૃદ્ધ નાયક હતાશ જરા પણ નથી. સતત 84 દિવસ સુધી દરિયામાં જવા છતાં કશું મળતું નથી. દરિયાઈ ઊંડાઈ અને માનવજીવનની ઊંડાઈની ચાવી જાણે આ રીતે એક જ વાક્યમાં હોય એવું લાગે છે. Every day is a new day. પ્રત્યેક દિવસ નવો હોય છે.
સમગ્ર કૃતિમાં સંઘર્ષ કેન્દ્રસ્થાને છે. આ સંઘર્ષ માણસ અને પ્રકૃતિ, માણસ અને કલા વચ્ચે છે. આ સંઘર્ષ માણસની અસહાયતાને સાબિત કરે છે છતાં આ માનવીની ગૌરવગાથા છે. વિસ્તારની દૃષ્ટિએ ખૂબ જ નાની હોવા છતાં આ કૃતિ સાહિત્યમાં ઊંચું સ્થાન ધરાવે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં