દિવાળી કામ – એક રિવાજ

October 21 2019
Written By GujaratilexiconSneha Sneha

આમ તો આપણા માટે બની ગયેલો વર્ષો જૂનો એક રિવાજ.પણ આ રિવાજ પૂરો કરતા કરતા આપણી સામે એવા કેટલાય રિવાજ આવે જે આપણી આસપાસ થી ભૂસાઈ ગયા છે.

જો ને આજે માળિયું સાફ કર્યું.એ પણ રસોડા નું.ને હાથ માં આવ્યું ડોલચું અને નાના નાના થરમોસ , ટિફિન.જેમાં ઘરના , પાડોશી ના કે સગા સંબંધીઓ માં કોઈના પણ ઘર કોઈ વ્યક્તિ બીમાર પડે તો એ  ડોલચા થર્મોસ માં આપણે ગરમ ચા ભરી ને એમને આપવા જતા , અને કહેતા “તમે કહેતા હોવ તો ઘરે જમવાનું બનાવી લઈએ”

આપણા ઘરમાં પ્રસંગ હોય ને મહેમાન જમવા આવે તો ,જમી ને યાદ રાખતા કે મહેમાન ના ઘરથી કોણ નથી આયુ? દાદા- બા કે પછી એમનો છોકરો ? જેને બોર્ડ ની પરીક્ષા છે અને એમના માટે  ટિફિન ભરી ને આપતા અને કહેતા ” ટિફિન આપવાની ચિંતા ના કરતા, મળીએ ત્યારે આપી દેજો”

અને આ શું ?માળિયામાં આ છેલ્લે ખૂણા માં પડેલું.’ કમંડળ ‘ ઓહો હોછેલ્લે ગયા વર્ષે દિવાળી કામ માં જ હાથ માં આયુ હતું.હજી યાદ છેઘર માં “નવચંડી” હોય “લઘુ રુદ્ર” હોય કે પછી બહાર કોઈક ભંડારો હોય .આ કમંડળ માં જ તો દાળ પીરસાતી.પેલી ગળચટ્ટી ગુજરાતી દાળ. જેમાં ભાત ચોળી આપણે ચટ્ટ કરી દેતા. અને વાટકી માંથી સિંગ શોધતા.

પછી હાથ માં સંચો આયો પિત્તળનો આ નાનકડો સંચો.જેમાં નીચે અલગ અલગ આકાર ની જાળી હોય.જેમાં બા ને મમ્મી સેવ પાડતા.અને ખાસ તો કાતરી, જાળી વાળી , છીણ, વેફર
અને બીજી કેટલીય પ્રકાર ની જેને તડકા માં જૂની ચાદર માં તપવતા અને ડબ્બામાં ભરી આખું વર્ષ ચલાવતા.
અને એ દરેક ડબ્બા માં કોતરેલા કેટલાક નામ અને એના પ્રસંગ ના નામ પણ”ફલાણા ભાઈ તરફ થી ફલાણાને લગ્ન પ્રસંગની ભેટ”હજી યાદ છે નાનપણ માં વાસણની દુકાને જઈ ને બા આવા નામ કોતરવતા અને એના મશીન નો અવાજ હજુ પણ મારા કાન માં છે 
પેલા ભાજીપાંઉ ખાવા માટે ની સ્પેશ્યિલ ડિશ પણ છે અને મહેમાન ને નાસ્તો આપવા માટે નો પેલો ખાના વાળો ડબ્બો.જેમાં દરેક મહેમાન જાય પછી મમ્મી એમાં મગસ, મોહનથાળ , સેવ , ફરસી પૂરી ને સુકો નાસ્તો ભરતીઅને બાજુ માં મોટી ડિશ માં મઠિયાં,  ચોળાફળી મુકી.

સાચે.દિવાળી કામ નો રિવાજ તો રહ્યો છેપણ આ બધા રિવાજ નથી રહ્યા.

રસોડાના માળીયાથી મારા રૂમમાં ગયો ને જૂનો આલ્બમ હાથમાં આવ્યો. એક આલ્બમ માં ૩૨ ફોટા જ હોય અને એમાં પણ ફોટા ધોવડાયા પછી ખબર પડતી કે “અરે આમાં તો મારી આંખ બંધ થઈ ગઈ છે “

પેલા તોરણ હાથમાં આયા. રંગોળી ના કલર હાથ આયા પેલા સ્ટીકર પણ હાથ માં આયાશુભ – લાભ વાળા.અને મોટા અક્ષરે લખેલું પેલું “Welcome”પણ આપણ ને પણ ખબર છે કેમેહમાન આવશે ત્યારે આપણા ઘરની સ્ટોપર પર મારેલું પેલું તાળું એમનું વેલકમ કરશેકારણ કે આપણે ક્યાંક ઇન્ટરનેશનલ ટુર માં હઇશું.સાચે,  દિવાળી કામ નો રિવાજ તો રહ્યો છે,પણ આ બધા રિવાજ નથી રહ્યા.

અને એક વાત તો ભૂલી જ ગયો.પેલી જૂની ડાયરી માંથી એક સુકાયેલું ગુલાબ પણ મળ્યું ,તે મોકલેલુંએની સાથે આંખ સામે થોડા અક્ષર પણ આવ્યા જે ત્યારે ભીનાં થયા હશે ,કઈ નઈ,આ ઈન્સ્ટાગ્રામ ના ઝગડા પતી જાય પછી એક એવું ગુલાબ મોકલી દેજેમારી દિવાળી બની જશે

– જૈમિલ જોષી

More from Sneha Sneha

More Others

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

નવેમ્બર , 2024

ગુરૂવાર

21

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects