નર્મદા જિલ્લો ડેડિયાપાડા, નાંદોદ, સાગબારા અને તિલકવાડા – એમ કુલ 4 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 612 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 2,749 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 5 લાખથી વધુ છે. 72%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
જિલ્લાની મધ્યમાં વહેતી નર્મદા નદીનું નામ પામેલો આ જિલ્લો નર્મદાતટનાં કેટલાંક તીર્થો પણ ધરાવે છે. રાજપીપળા અને ગરુડેશ્વરના પ્રવાસ આ દૃષ્ટિએ રમણીય બની રહે તેવાં છે. રાજપીપળા ઇમારતી લાકડાંના વેપારનું ગુજરાતનું એક મોટું કેન્દ્ર છે. નવાગામ પાસે સરદાર સરોવર યોજના આકાર લઈ રહી છે. ત્યાં બંધયોજનાનો પ્રવાસ એક આકર્ષણ કેન્દ્ર છે. આ સ્થળેથી નીકળતી નહેરો ગુજરાતના ઘણા બધા ભાગને પાણી પહોંચાડશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ