Gujaratilexicon

દીવાળીની શુભકામનાઓ

October 21 2014
GujaratilexiconGL Team

અંધકારે એક વાર પરમાત્માને ફરિયાદ કરી : ‘પ્રભુ ! પ્રકાશ મને જંપવા દેતો નથી. હું જ્યાં જાઉં ત્યાં આવીને મને હાંકી કાઢે છે, હું ક્યાંય શાંતીથી રહી જ શકતો નથી.’

પ્રભુએ જોયું – અંધકારની ફરિયાદમાં વજૂદ છે. રોજ રાત પડે અવની પર અંધકાર ઊતરી આવે છે અને તરત જ થોડીવારમાં પ્રકાશનો ઉદય થાય છે. અંધકાર સ્થિર થાય, ન થાય એ પૂર્વે જ પ્રકાશ તેને હાંકી કાઢે છે. હજારો, લાખો, વરસોથી આમ પ્રકાશે, અંધકારને ક્યાંય સ્થિર થવા નથી દીધો.

‘વત્સ ! તારી વાત સાચી છે.’ પ્રભુએ કરુણાભર્યું હસીને કહ્યું : ‘જા, તું પ્રકાશને મારી પાસે લઈ આવ. હું એને જરૂર કહીશ.’ પ્રભુએ પોતાની વાત સાંભળી છે એ જાણીને પ્રસન્ન થયેલા અંધકારે પ્રકાશને પકડીને પ્રભુ પાસે રજૂ કરવા હર્ષભેર દોટ મૂકી. પણ પ્રકાશના સામ્રાજ્યના સીમાડે પગ દેતા વેંત ખુદ અંધકારનું વિલોપન થઈ ગયું. અંધકાર ઓગળી ગયો.

હારેલા, થાકેલા અંધકારે પ્રકાશને પકડવા માટે બીજી દિશામાંથી દોટ મૂકી. બીજી દિશામાંય એના તો એ જ હાલહવાલ થયા. જેવો પ્રકાશનો પ્રદેશ આરંભાય કે સ્વયં અંધકાર પ્રકાશમય બની જાય. જેવું અંધકારનું આત્મવિલોપન થાય કે તરત જ પેલી ફરિયાદ, પ્રકાશ પ્રત્યેની અસૂયા અદૃશ્ય થઈ જાય. પ્રકાશના પ્રદેશમાં ન તો કોઈ ફરિયાદ રહે, ન કોઈ અસૂયા. આવું વર્ષોથી ચાલ્યું આવે છે, જે પ્રકાશ પાસે જાય એ પ્રકાશમય બની જાય છે. ખુદ અંધકાર પણ.

કથાનો સાર સ્વયંસ્ફૂટ છે. મુશ્કેલીઓ, આફત, અડચણોનાં અંધારા ગમે તેટલા હોય. એક વખત પ્રકાશની પાસે પહોંચીશું તો બધું જ અજવાળાસભર બની જશે. દીપોત્સવ પ્રકાશનું પર્વ છે. ભીતર – બહાર બધે જ પ્રેમ, કરુણા અને મમતાના દીપ પ્રગટાવી અંધારા પર વિજય મેળવીએ… અજવાસનો ઉલ્લાસ વેરીએ.

………………………………………………………………………………………………………………………………………………….

દીવાળી એટલે પ્રકાશનું પર્વ ! આનંદ-ઉલ્લાસનો ઉત્સવ !!

આ દીપોત્સવી પર્વે જીવનમાં જ્ઞાનરૂપી દીવડાઓ પ્રદીપ્ત થાય,

પ્રજ્ઞારૂપી પ્રકાશ જીવન અને મનને પ્રકાશતો રહે,

અંતરમાં આશાઓ રૂપી કિરણો ઝગમગતાં રહે,

આનંદ અને ખુશહાલીની રોશની હંમેશાં ઝળહળતી રહે…

નૂતન વર્ષે…

આપ થકી ભાષા, સંસ્કૃતિ અને કલાની ઉત્તમ સેવા થાય.

કુંટુંબ, સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવાય.

નવું વર્ષ ચહુદિશ પ્રગતિકારક બને.

સર્વે સ્વપ્નો સાકાર થાય,

તમામ શુભકામનાઓ પરિપૂર્ણતા પામે,

જીવન સુખ-શાંતિ અને સમૃદ્ધિથી છલકાય…

ગુજરાતીલેક્સિકન પરિવાર તરફથી

દીવાળીની શુભકામનાઓ તથા નૂતન વર્ષાભિનંદન.

Most Popular

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

,

નવેમ્બર , 2024

શુક્રવાર

29

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects