દરિયા ના શાંત મોજા !!!
December 17 2017
Written By GL Team
સિગ્નલ ની લાઈટ લીલી થઇ ગઈ હતી , પણ અમી હજી પણ પોતાના વિચારો માં ક્યાંય ગુમ પોતાની ગાડી માં ક્યારે ની બેસેલી હતી .અચાનક પાછળ થી આવેલા કોઈ ના હોર્ન ના આવાઝે તેને જાણે ઊંઘ માં થી ઝબકી નાખી હોઈ એમ એ જાગી .પાછળ વળી હાથ ના ઈશારા થી "સોરી" કહી ને એને ગાડી ઘર તરફ મારી મૂકી.ઘરે પહોંચી ગાડી પાર્ક કરી અને ઘર નું લોક ખોલી અંદર પ્રેવશતા જ એ સોફા પર ફસડાઈ પડી .મન અશાંત હતું એનું અને વિચારો તો જાણે જાપાન ની બુલેટ ટ્રેન કરતા પણ ઝડપી સ્પીડ એ ચકરાવે ચડ્યા હતા.
આજે એનો જોબ પર છેલો દિવસ હતો.હજી એને બીજી જોબ શોધી નોહતી ,એમ વિચારી ને કે થોડા દિવસ બ્રેક લઇ ડિસેમ્બર ના એ છેલ્લા બે અઠવાડિયા ઘરે રહી ને એ નવા વરસ માં કોઈ નવી જોબ શોધી નવી શરૂવાત કરશે .આખા વરસ ના લેખા જોખા કરશે અને નવા વરસ માટે નવા રિસોલ્યૂશન બનાવશે .કદાચ ઈચ્છા થશે તો ઇન્ડિયા ની ટિકિટ કરી ઘરે જઈ આવીશ એવું પણ વિચારી રાખ્યું હતું એને.પણ ઓફિસે થી ઘરે આવતા આવેલા એક ફોને એને બેચેન કરી નાખી હતી.એ ફોન એની એક વખત ની ખુબ ખાસ અને પ્રિય સખી 'સીયા' ના પિતા નો હતો.કોલેજ માં જોડે ભણતી એની 'બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર ' એવી સીયા જોડે છેલ્લે ક્યારે વાત કરી એ પણ એને યાદ નહોતું હવે તો.
ફોન માં બોલેલા સીયા ના પિતા ના શબ્દો હજી પણ અમી ના કાન માં ગુંજતા હતા .અમેરિકા નો કોડ જોઈ આશ્ચર્ય પામતા ઉપાડેલ એ ફોને ના છેડે સીયા ના પિતા સમીર ભાઈ નો હંમેશા ઉમંગ ભર્યા અવાઝ ના બદલે એક પિતા નો ચિંતા ભર્યો અવાઝ જાણે શબ્દો શોધતા હોઈ એ રીતે બોલ્યો ,"જઈ શ્રી ક્ર્ષ્ણ અમી બેટા ,હું સીયા ના પપ્પા બોલું છું યુસ્ટન થી.અવાઝ તો ભૂલી નહિ ગઈ હોઈ એમ માનું છું !!".
અમી બોલી,"બિલકુલ નહિ અંકલ ,એમ કઈ થોડી ભૂલી જાવ,જઈ શ્રી ક્ર્ષ્ણ અંકલ ,કેમ છો તમે અને આંટી કેમ છે?,બહુ લાંબા સમય થયો તમારી જોડે વાત કર્યે ".
સમીર ભાઈ બોલ્યા ,"એક દમ સાચી વાત છે તારી બેટા ,ખુબ લાંબા સમયે તારો અવાઝ સાંભળવા મળ્યો !આશા કરું છું કે તું મજા માં હોઈશ"
અમી હજી કુતુલતા માં થી બહાર આવવા મથતા છતાં મક્કમ રાખેલા આવાઝે વાત જારી રાખે છે,"એક દમ મજા માં છું અંકલ ,તમારા શબ્દો માં કહું તો એક દમ ઘોડા જેવી છું!! હા.હા.હા."
અમી હાસ્ય ઉમેરી વાતાવરણ ને હળવું બનાવા પ્રયત્ન કરે છે ,કારણ કે એના મન માં કૌન જાણે કેમ કોઈ બેચેની સમીર ભાઈ ના તંગ અવાઝ થી ક્યારે ની ઉદ્ભવી ચૂંકી હતી પણ એને ખબર હતી કે હમણાં ધીરજ રાખવા માં જ સમજદારી છે.
સમીર ભાઈ આગળ વાત વધારતા બોલે છે ,"અમી બેટા ,એક વાત કરવી છે તારી જોડે અને કઈ જણાવું પણ છે.વાત સીયા વિષે હશે એવું તો તને ખ્યાલ આવી જ ગયો હશે.વાત જરૂરી છે અને સમય સર થાય તો જ કામ લાગે એવી છે એટલે મારે તને આમ ફોને કરવો પડ્યો ."
અમી ની ધીરજ ની સીમા તૂટી રહી હતી ,મન માં કઈ કેટલા વિચારો આવી ગયા હતા હમણાં સુધી માં તો .સુ થયું હશે,સીયા કોઈ તકલીફ માં તો નહિ હોઈ ને ,કોઈ ઘટના તો નહિ બની હોઈ,એટલું બધું અગત્ય નું સુ બન્યું હશે ,એવા કઈ કેટલા વિચારો થી અમી નું મન તો જાણે જ્વાળા મુખી નું મુખ ગરમ લાવા થી ફાટુ ફાટુ થઇ રહ્યો હોઈ એવું થઇ રહ્યું હતું.
છતાં પોતાના મન અને શબ્દો પાર કાબુ રાખતા એને ઉત્તર આપ્યો ,"જે વાત હોઈ તે તમે વિના સંકોચે મને કહી શકો છો અંકલ ,I hope everything is okay "!
More from GL Team
More Stories
Interactive Games
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.