ઉખાણાં
September 17 2015
Written By Gurjar Upendra
[1]
સોના રુપાના દાગિના,
ઘદવાનું કરે કામ;
મોં માગ્યા દામ માગે,
એનું નામ શું કહેવાય?
જવાબ=સોની
[2]
રન્ધો કરવત લએને બેસે,
કરે લાકદાનું કામ,
બારે બારના સુંદર બનાવે,
તો કહો એ શું કહેવાતય?
જવાબ=શુથાર
[3]
તાપ,ટાઢ,પાનિ સામે,
રક્શન કરવાનું કામ,
બુટ ચંપલ બનાવે જે,
કહે દો એનું નામ.
જવાબ=મોચી
[4]
ઈટો ઉપર ઈટો ગોઠવી,
કરે ચણતરનું કામ,
ઓળંબાથી માપ લે,
તો કહો એનું નામ.
જવાબ=કડિયો
[5]
કાતરથી કટ કટ કાપે,
સિલાઈનું કરે કામ,
નાના-મોટા સહુને માપે,
તો બોલો એ કોણ કહેવાય?
જવાબ=દરજી
[6]
ધરતી, સીમ, સેઢા ખૂંદી,
કરે ખેતીનું કામ,
જગતનો એ તાત સાચો,
તો ઝટપટ એનું નામ આપો.
જવાબ= ખેડૂત
[7]
લોઢું ટીચી ઘાટ ઉતારે,
ધણ મારવાનું કામ,
ઓજારો અવનવા બનાવે,
તો બોલો એનું નામ.
જવાબ=લુહાર
[8]
અવાજ ટ્પ ટ્પ થાય,
હળવે હાથે ઘડાય,
સૌ જણ સ્વાદે ખાય,
કોણ રોટલીનો
ભાઈ થાય?
જવાબ=રોટ્લો
[9]
રંગે,રુપે એક સમી છે,
પણ સ્વાદે દુધથી ઘણી જુદી વછે,
દહીંમાંથી એ મળી છે,
ધરતીનું અમ્રુત કહી છે.
જવાબ=છાશ
[10]
તાજી લીલી સારી છે,
જીણી જીણી સમારી છે,
તેલ મહીં વધારીને,
ખાઓ તો એ ગુણકારી છે.
જવાબ=ભાજી
[11]
દુધ બગડતા ચીજ બને,
નવીન નવલા સ્વાદ ધરે
એની બની વાનગી
સૌને ગમે,
કહો શ્રીખંડ લસ્સી
શાથી બને?
જવાબ=દહીં
More from Gurjar Upendra
More Others
Interactive Games
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.