ડાયાબિટીસ – ડાયાબિટીસના દર્દીઓએ શુ ખાવુ અને શુ ન ખાવુ
August 28 2015
Written By Gurjar Upendra
ગળપણથી રહો દૂર….
ડાયાબિટીસની સારવારમાં ખોરાકનું નિયંત્રણ ઘણું અગત્યનું છે. ડાયાબિટીસનો દર્દી એક તંદુરસ્ત વ્યક્તિની જેમ જ કાર્ય કરતો હોય છે. તેમનો આહાર સમતોલ અને પુરતા પોષક તત્વોથી ભરપૂર હોવો જરી છે. ડાયાબિટીસમાં આહાર વ્યક્તિની જીવનશૈલી દર્દીની ઉંમર, વજન, તેમની દૈનિક પ્રવૃતિ, રોજીંદી કેલેરીનો તેમની જરિયાત વિગેરે સિધ્ધાંતોને અનુસરીને નકકી કરવો જોઈએ.
* ડાયાબિટીસના દર્દીઓએ ખોરાકમાં શું ન લેવાય ?
ખાંડ, સાકર, ગોળ, મધ, ગ્લુકોઝ, મીઠાઈ, ચોકલેટ, સુકોમેવો (બદામ, કાજુ, અખરોટ, પીસ્તા, કોપ વિગેરે), ચીઝ, ક્રીમ, ડેઝર્ટસ, મીઠા પીણા, ક્ધડેન્સ્ડ મિલ્ક, ફરસાણ એટલે કે તેલમાં તળેલી વસ્તુઓ, અથાણા, સોસ, સૂપ, મેંદો, કોર્ન, ફલાવર, કસ્ટર્ડ, પેસ્ટ્રીકેડ, જામ, જેલી, ગળ્યા બિસ્કિટ, આઈસક્રીમ, ઘી, માખણ, વનસ્પતિ ઘી, પામ ઓઈલ, કોપરેલ, બેકરીની વસ્તુઓ, આલ્કોહોલ, તેલવાળા અથાણા ન લેવાય.
1 . ડાયાબિટીસના દર્દીએ શું ઓછું ખાવું ?
નીચે જણાવેલી વસ્તુઓ મર્યિદિત જથ્થામાં લઈ શકાય.
ઘઉં, મકાઈ, બાજરી, ચોખા, ભાત, કઠોળ, જેવા કે મગ, મઠ, તુવેર, વાલ, અળદ, મગફળી વિ. દૂધ, દહીં, જાડી છાસ, ફિકકકુળ, મોળી બ્રેડ, મોળા બિસ્કિટ, ચરબી વગરનું મટન, માછલી, ઈંડા (સફેદ ભાગ), બટેટા, શકકરીયા જેવા કંદમુળ, કેળા, કેરી, ચીકુ, દ્રાક્ષ જેવા મીઠા ફળ, તેલ તથા ચરબીવાળા ખોરાક (મેદસ્વી લોકોએ ચરબી યુકત ખોરાક ન લેવો).
2. ડાયાબિટીસના દર્દીઓને શું છૂટથી લઈ શકાય ?
લીલા પાંદડાવાળા શાકભાજી, આમળા, હળદર, કાંદા, લસણ, લીંબુ, મરચા, મોળી પાતળી છાસ, ઉગાવેલા કઠોળ, સફરજન, દાડમ, સંતરા, મોસંબી, ટેટી જેવા ફળો કાચા ટમેટા, કાકડી, મુળા, મોગરી, ગાજર, કોબીચ, ક્રીમ વગરનો વેજીટેબલ સુપ, ટમેટાનો રસ, સોડા, લીલા નારિયેળનું પાણી, ખાંડ વગરના પીણા, મલાઈ વગરનું દૂધ વગેરે છૂટથી લઈ શકાય.
* કિડનીની બિમારીમાં કયો ખોરાક ન લેવાય ?
કિડનીની બિમારીમાં કઠોળવાળો ખોરાક ન લેવાય તથા ફળો પણ ન લેવાય. મીઠાઈનું પ્રમાણ મર્યિદિત રાખવું જોઈએ. માત્રાના પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ. આ ઉપરાંત નારિયેળ, ઠંડા પીણા, ફ્રટ જયુસ, બટેટા, ટમેટા, પાલકની ભાજી, લીંબુ સરબત, સુકો મેવો, શીંગદાણા, તલ કે સુકુ નારિયેળ કે લીલું નારિયેળ જેવા પદાર્થો ન લેવા જોઈએ અને કાર્બોદિત પદાર્થોનું પ્રમાણ વધારે લેવાની સલાહ છે.
3 કસરત:
ડાયાબિટીસના દર્દી માટે કસરત બહ અગત્યતા ધરાવે છે. દર્દીએ શારિરીક શ્રમ અને નિયમિત કસરતને દિનચયર્નિા ભાગ તરીકે અપ્નાવવા જોઈએ.
કસરતના ફાયદા: લોહીમાં ગ્લુકોઝ અને ચરબીનું પ્રમાણ જળવાય છે. દવા અને ઈન્સ્યુલીનની માત્રા ઘટાડી શકાય છે. હૃદયની તથા ફેફસાની ક્ષમતા વધે છે. વજન ઘટવાથી રોગોમાં ફાયદો થાય છે. માનસિક શાંતિ મળે છે. મન પ્રફુલ્લીત રહે છે. ઉંઘ સારી આવે છે. લોહીમાં કોલેસ્ટેરોલની માત્રા ઘટે છે.
* કસરતમાં સાવચેતી કઈ રીતે રાખશો ?
(1) કોઈપણ કસરત કરતા પહેલા તમારા ડોકટરની સલાહ લો.
(2) કસરત કરવાનો સમય નકકી રાખો.
(3) ચાલવું એ સૌથી શ્રેષ્ઠ કસરત છે.
(4) ચાલવા જતી વખતે પીપરમેન્ટ કે બિસ્કિટ પેકેટ સાથે રાખવું જેથી ખાંડ ઘટે તો તરત જ લઈ શકાય.
(5) જમ્યા બાદ કે તરત કે સાવ ખાલી પેટે અથવા તો દવા ઈન્સ્યુલીન લીધા પછી જ કસરત કરવી યોગ્ય નથી.
(6) પગની તકલીફ હોય તેવા સંજોગોમાં હાથની કસરત કરી શકાય અથવા યોગ્ય પ્રાણાયામ અથવા ઘરમાં સાઈકલ પણ ચલાવી શકાય. (ઉભી સાઈકલ)
* કસરત સાવચેતી કઈ રીતે રાખશો ?
* ડાયાબિટીસથી સ્વાસ્થ્યને થતું નુકસાન.
* ડાયાબિટીસની નકારાત્મક અસરો શરીરના વિભિન્ન અંગો પર જોવા મળે છે. જેવા કે આંખ, કિડની, હૃદય, પગ-દાંત અને ત્વચા જે લાંબાગાળાની તકલીફો છે. તાત્કાલીક થતી તકલીફોમાં હાઈપોગ્લાસીમિયા અને ડાયાબિટીક એસિડોસીસ અને કોમા છે.
* હાઈપોગ્લાસીમિયા :
હાઈપોગ્લાયસીમિયા એટલે લોહીમાં ખાંડ ઘટી જવી (ગ્લુકોઝનું પ્રમાણ) નીચેના કારણોસર હાઈપોગ્લાયસીમિયા થાય :
– જરૂર કરતા વધુ ઈન્સ્યુલીન આપવાથી રકતમાં ગ્લુકોઝ ખુબ ઘટી જાય છે.
– દરરોજ ખાતા હોય તેથી ઓછું ખાવાથી કે ખોરાક લેવામાં વિલંબ થવાથી.
– આપની આવશ્યકતાઓ સાથે મેળ ન ખાતી હોય તેવી ડાયાબિટીસની દવાઓ લેવાથી ઝાડા કે ઊલટીને કારણે ખોરાક નીકળી જાય.
– કયારેક વધુ પડતી કસરતથી
– સામાન્ય રીતે હાઈપોગ્લાસસીમિયા થાય ત્યારે ભૂખ લાગે. દર્દી ફિકકો પડે, નબળાઈ લાગે, બેચેની જણાય, ખુબ પરસેવો વળે, ચકકર આવે, માથાનો દુ:ખાવો થાય, થાક લાગે, ઊલટી, ઉબકા, ધુંધળી દ્રષ્ટિ, આંચકી જેવા લક્ષણો જોવા મળે છે.
હાઈપોગ્લાયસીમીયામાં જો તાત્કાલીક ખાંડ કે ફળના રસ આપી સારવાર કરવામાં ન આવે તો દર્દી બેભાન થઈ જાય છે અને કયારેક મૃત્યુ પણ પામે છે. તેથી આવા સંજોગોમાં તાત્કાલીક દર્દીને ગળી ચીજ ખાંડ, ગ્લુકોઝ, ફળના રસ કે ચમચી મધ આપવું, દર્દી જો બેભાન હોય તો ડોકટરની દેખરેખ નીચે નસ દ્વારા ગ્લુકોઝ આપવું.
More from Gurjar Upendra
More Others
Interactive Games
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં