ગુળિયા
August 17 2019
Written By
Jigar Ganatra
છમ છમ કરતી આવી ગુળિયા ,રંગ અનેરા લાવી ગુળિયા,
સ્પર્શ કરી મારી દુનિયા ને હર્ષ-પ્રેમ જગાવે ગુળિયા,
હેતલના હેત ઉભરાયા, જીગર ના વાત્સલ્યમાં ,
પ્રખર તેજમાં છાંય બની ને અંતર ના ઉર લાવી ગુળિયા,
જનની માતની ઇસ્ટભક્તિએ એવો અલખ જગાવ્યો કે,
દેવી સમી મારી કુલધાત્રિ, પ્રકટ ફળી, સુખ લાવી ગુળિયા,
કાવ્યા – કેયા ને સાથ પુરાવવા,ધૈર્ય – કવિશ ના લાડ લડાવવા,
વીર પસલી ને નવરાત્રી, લુણગેરી બનવાની ગુળિયા।
જીવન પર્વના મધુર ગીતની સ્વરમાળા તૈયાર થઇ ને,
મનમંદિર ના દેવ સંમુખ તું,કિલકારી ધૂન આવી ગુળિયા
More from Jigar Ganatra

More Kavita



Interactive Games

Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.