ગુજરાતી કવિતા
October 29 2015
Written By
Hitendra Vasudev
જીતવાની ઝંખનાથી પર થયો છું,
હારથી હું એટલો સધ્ધર થયો છું.
આપ ધક્કો મારવા તૈયાર છોને?
હું ફરી મહેનત કરી પગભર થયો છું.
ચુપ રહી ને કેટલાં વર્ષો વિતાવું?
એટલે હું વાગતું ઝાંઝર થયો છું.
ભૂલા ક્યાંથી નીક્ળે મારી જરાપણ?
યાદ કરતા વેંત હું હાજર થયો છું.
રક્તપ્યાસી ભીડનો હિસ્સો ન બનવા,
માનવીમાંથી પરત વાનરથયો છું.
હેમાંગ નાયક
More from Hitendra Vasudev



More Kavita



Interactive Games

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.