મારી આંખોમાં પણ આજે …..
August 19 2015
Written By
Gurjar Upendra
રોજ હવે આ આંસુ પી ને સ્મરણ ઉગ્યા છે લીલા
મારી આંખોમાં પણ આજે ,
તેમ છતાં આ છાતી મારી બળબળબળતી જાય
કહો એ કોને કારણ દાઝે ?
રોજ હવે …..
આંગણ સુના , સુની મેડી , સુના ગામના પાદર
ઉભો કેમ રહ્યો છું રણમાં !
પ્રથમ પૂછ્યું મેં મનેજ તો મેં જાણ્યું કે કંઈ
બીજું નથી છે ખાલીપો કારણમાં
ખાલીખમ રસ્તાની ધારે ઉભાં છે આ ઝાડ
છતાંયે કોઈ નથી નો ડૂમો બાઝે
રોજ હવે આ આંસુ પી ને સ્મરણ ઉગ્યા છે લીલા
મારી આંખોમાં પણ આજે …..
સમી સાંજના ટાણે થાતો ઝાલરનો રણકાર
હવે ત્યાં સુના મંદિર ગાતા
ઉડે હવામાં ધૂળની ડમરી ગોધણ સાથોસાથ
નથી એ દૃશ્ય હવે દેખાતા
કોઈ સાંપની જેમજ ડંખે વીત્યો એ ભૂતકાળ
મને મારામાં શાને કાજે ?
રોજ હવે આ આંસુ પી ને સ્મરણ ઉગ્યા છે લીલા
મારી આંખોમાં પણ આજે …….
– તેજસ દવે ..
More from Gurjar Upendra



More Kavita



Interactive Games

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.