વિસ્મરણ
July 23 2015
Written By Dr. Charuta Ganatra Thakrar
હથેળીમાં હુંફનું સ્મરણ,
મનમાં રમતિયાળ મુખાકૃતિ,
અધરોને હાસ્યનું વિસ્મરણ,
આંખોમાં હસી ઉઠી દીકરી!
મધુરા જન્મના વધામણાં,
ધવલ બની કાજળ રાત્રી,
કર્ણપટલને શ્રવણનું વિસ્મરણ,
આંખોમાં હસી ઉઠી દીકરી!
સ્પર્શતા અજબ વિમાસણ,
અમારી પ્રેમાળ દેહાકૃતિ,
ત્વચાને સંવેદનાનું વિસ્મરણ,
આંખોમાં હસી ઉઠી દીકરી!
દોહ્યલા લગ્નના વધામણાં,
પાંપણ શરમાળ ઝુકાવતી,
સમયને ગતિનું વિસ્મરણ,
આંખો મારી રડી ઉઠી દીકરી!
તા. ૧૮-૧૦-૧૩
ડો. ચારુતા ગણાત્રા ઠકરાર
More from Dr. Charuta Ganatra Thakrar
More Kavita
Interactive Games
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.