માણસ હોવું

April 27 2015
Written By GujaratilexiconGurjar Upendra

પડી જવાનું – ઊભા થવાનું, ભાન હોવું – માણસ હોવું,
ગમેતેમના ગબડ્યાનું વરદાન હોવું – માણસ હોવું.

ચડતા શિખરે, પડતા નીચે, પડતા ખીણમાં, ચડતા ઊંચે
મચ્યા રહ્યાનું, લગાતાર બસ, ધ્યાન હોવું – માણસ હોવું.

ઈટ્ટાકિટ્ટા કર્યે જવાના, ખર્યે જવાના ખોખો ખેલી,
મોટેરા મનસૂબાથી બળવાન હોવું – માણસ હોવું.

ચરણ રૂકે ત્યાં સ્વાગત ઝીલતા દુનિયામાં ફૂલ્યા કરવાનું,
પોતાના ઘરમાં જાણે મહેમાન હોવું – માણસ હોવું.

મહામોલના શિર દઈ દેતા હસતા હસતા ક્ષણમાં તેને
સસ્તા સસ્તા જીવનનું અભિમાન હોવું – માણસ હોવું

સમજણની સિદ્ધિના વડલા વિસ્તાર્યા નિત કરવા પડતા,
તોય વખત પર નિરાધાર નાદાન હોવું – માણસ હોવું.

ખૂબીખામીના જુદા તોલથી સ્વજન પરાયા જોખ્યા કરવા
ઢળ્યા અહીં કે તહીં બધે વેરાન હોવું – માણસ હોવું.

હારજીતના ભેદ ભુલાવે એવા યુદ્ધે હોમાયા-નું
મળે તેમના જીવ્યાનું સન્માન હોવું – માણસ હોવું

– કવિ શ્રી હેમંત દેસાઈ 

More from Gurjar Upendra

More Kavita

ખબર નથી પડતી!

ખબરનથીપડતી, એનેમાંકહુંકેમાતૃભાષા; કારણકેમનેમારીમાતૃભાષામારાદેશજેવીલાગેછે.! જયારેજયારેએવુંલાગેકેહુંએનેખુબજસારીરીતેજાણુંછું, તેવાદરેકક્ષણપરકંઈકનવીજવિવિધતાનોપરિચયથાયછે, જાણેકેએમાંએકઅલગજધરોહરહોય.! ખબરનથીપડતી, કેહુંચાલ્યોતોહઈશ, પણક્યારેય ‘હેંડ્યો’કેમનથી!; પાણીપીધુંહશે , પણ ‘પોની’કેમનથીપીધું!, વાદળોવરસતાજોયાછે, પણ ‘વાદલડી’વરસતાકેમનથીજોઈ! અગણિતવારસવારપડતાંજોઈછે, પણક્યારેય ‘પરોઢિયું’ કેમનથીનિહાળ્યું! મારાહૃદયનીઅંદરઝાંખવાનોપ્રયાસતોકર્યોછે; પણક્યારેય ‘મનનીમાલીપા’જોવાનોપ્રયત્નકેમનથીકર્યો!; આવીજરીતેઘણુંબધુંકર્યુંછે, પણ ‘હંધુંય’કેમનથીકર્યું.! કહેવાયછેકે, બારગામેબોલીબદલાયછે; પણમજાનીવાતતોએછે, કેઆકહેવતપણબારગામેઅલગઅલગઢબમાંબોલાયછે; એવીજરીતેજેવીરીતેમાણસનીમાતૃભાષાઅલગઅલગહોયછે, પણદરેકનીમાનીમમતાતોએકસરખીજહોય. મનેતોલાગેછેકેમારીમાતૃભાષાજોડેહેતનુંએવુંબંધાણ છેજેમનેરોજઅલગપ્રતીતિકરાવેછે, એજચાલતીશ્રુષ્ટિમાંનવુંજીવનજીવતાશીખવાડેછે.! ખરેખરખબરનથીપડતી, એનેમાંકહુંકેમાતૃભાષા; કારણકેમનેમારીમાતૃભાષામારાદેશજેવીલાગેછે.!

Gujaratilexicon
Jay Pandya
July 05 2020
Gujaratilexicon

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

નવેમ્બર , 2024

સોમવાર

25

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects