ક્યાંથી શોધું ?
February 11 2015
Written By dhruv Upendra
ક્યાંથી શોધું?
રાત થયેલાં આકાશે હું રવિ ક્યાંથી શોધું?
રોજ સવારે મારાંમાં હું કવિ ક્યાંથી શોધું?
અસંખ્ય હોય છે કળીઓ બાગમાં ખૂશ્બૂદાર,
ઊડીને દિલમાં બાઝે એવી પરિ ક્યાંથી શોધું?
ઝઝૂમવું પડે છે ઘણું પેલાં કિનારા ને બાથ ભિડવાં,
કોરાં કોરાં જ પહોંચાડે એવી કડી ક્યાંથી શોધું?
પેઢીએ પેઢીઓ રઝળી છે જુઓ કોઇ ઘરડાં ઘરમાં,
એ લથડતાં લોકોને સંભાળે એવી છડી ક્યાંથી શોધું?
સેંકડો માણસો છે ને આ ઊપરવાળો એક જ,
વહેંચી દિધેલી મૂરતમાંથી હું હરી ક્યાંથી શોધું?
-ધ્રુવ દવે.
More from dhruv Upendra
More Kavita
Interactive Games
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.