બહાર ભારે વરસાદ પડે છે

August 19 2015
Written By GujaratilexiconGurjar Upendra

ભાડૂત : બહાર ભારે વરસાદ પડે છે અને છતમાં કેટલીય જગ્યાએથી પાણી પડે છે,
એ મેં તમને અનેક વાર કીધેલું છે; તો આમ ક્યાં સુધી ચાલશે ?
મકાનમાલિક : મને કેમ ખબર પડે ? હું કાંઈ હવામાનશાસ્ત્રી થોડો છું !

નટખટ નીતાના પપ્પાએ કહ્યું : ‘મને સંગીત પ્રત્યે ખૂબ જ રસ છે. મારી
નસેનસમાં સંગીત જ સંગીત છે !’
‘હા પપ્પા, તમે રાત્રે ઉંઘી જાઓ છો ત્યારે તમારી બધી જ નસોમાં રહેલું
સંગીત નસકોરાં દ્વારા પ્રગટ થવા લાગે છે !’ નીતા.

નટુ : ‘મારી પત્ની એટલી બધી હોંશિયાર છે કે એ કોઈપણ સ્થળે કોઈપણ સમયે
કલાકો સુધી ગમે તે વિષય ઉપર બોલી શકે છે.’
ગટુ : ‘એમાં શી ધાડ મારી ? મારી પત્ની તો વિષય વગર પણ ગમે તેટલો સમય બોલી શકે છે !’

એક શ્રીમંત શેઠે નવો નોકર રાખ્યો હતો. શેઠે એક વખત તેને પાણી લાવવા
કહ્યું. નોકર તરત પાણીનો ગ્લાસ લઈને આવ્યો. શેઠે તેને ધમકાવતા કહ્યું,
‘મૂરખ ! પાણી આ રીતે અપાય ? ટ્રેમાં મૂકી લાવવું જોઈએ, સમજ્યો ?’
નોકરે થોડી વારે ટ્રેમાં પાણી લઈને હાજર થતા કહ્યું, ‘શેઠ ! આ ટ્રેમાનું
પાણી ચમચી વડે પીશો કે પછી ચાટી જશો ?

 

વૃધ્ધ પતિ પત્ની પોતાના લગ્નની પચાસમી વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા. એક પત્રનો રિપોર્ટર તેમનો ઈંટરવ્યુ લેવા આવ્યો – મેં સાંભળ્યુ છે કે રંગનાથન જી, તમે ફક્ત 1575 રૂપિયાના માસિક વેતન પર તમારા સાત છોકરાઓ અને ચાર છોકરીઓનુ પાલન કર્યુ છે.
વૃધ્ધ તરત જ ગભરાઈને બોલ્યો – શ….શ… ચૂપ.. આટલા જોરથી ન બોલતા. શુ તમે અમારી આ અવસ્થામાં ફજેતી કરવા માંગો છો. મારી પત્નીનો તો એ વિચાર છે કે મને ફક્ત 1250 રૂપિયાજ મળે છે.

More from Gurjar Upendra

More Jokes

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

નવેમ્બર , 2024

શનિવાર

23

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects