ગુજરાતી રમૂજ

July 31 2015
Written By GujaratilexiconGurjar Upendra

સપનામાં એક છોકરી આવી

પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી
પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી. એટલી સુંદર હતી કે કહી નથી શકતો.
પત્નીઃ એકલી આવી હશે.
પતિઃ તને કેવી રીતે ખબર?
પત્નીઃ કારણ કે એનો પતિ મારા સપનામાં આવેલો.

પતિ નું બચવું મુશ્કેલ છે!

ગંભીર રીતે બિમાર પડેલા પતિને લઈ પત્ની ડોક્ટર પાસે પહોંચી.
ડોક્ટર- તમારા પતિને રોજ સ્વાસ્થ્યવર્ધક નાસ્તો આપવાનું રાખો… તેમને ખુશ અને સારા મૂડમાં રાખો. ટેસ્ટી ડિનર બનાવો અને તમારા પ્રોબ્લમની તેમની સાથે ચર્ચા ન કરો. તેમની સામે ટીવી સીરિયલો ન જૂઓ નવા કપડાંની ડિમાન્ડ ન કરો. જો આટલું એક વર્ષ સુધી કરશો તો તમારા પતિ સારા થઈ જશે.
પતિ પત્ની દવાખાનેથી ઘરે આવી રહ્યા હતા. ત્યારે પતિએ પત્નીને પુછ્યું, ડોક્ટરે શું કહ્યું? પત્ની- તમારૂં બચવું મુશ્કેલ છે.

સફેદ પતિ

એક બેન એ બીજી બેન ને પૂછે કે તારો પતિ તો પહેલા કાળો હતો હવે સફેદ કેમ થઇ ગયો તો પહેલા બેન બોલ્યા મારા પતિ પહેલા કોલશા ની ખાણ માં કામ કર તો હતો હવે તેની લોટ ની ઘંટી છે

વરરાજા ના હાથમાં નાળીયેર

વરરાજા ના હાથમાં નાળીયેર કેમ આપવામાં આવે છે?
જવાબ: એને સતત યાદ રહે કે એની જેમ મારા પણ છોતરા નીકળી જવાના છે.

છગન ની વાઇફ ની ડિલિવરી

છગન ની વાઇફ પ્રેગ્નેન્ટ હતી.. ડિલિવરી માટે છગને તેની પત્નીને લઈને હૉસ્પિટલ પહોંચ્યો અને એડમિટ કરાવી..

નર્સઃ મુબારક હો, તમારા ઘરે છોકરો થયો છે..
છગન: ઑહ માય ગૉડ, શું ટેક્નોલોજી છે.. જબરું હો …. . . . . . વાઇફ હૉસ્પિટલમાં છે, અને છોકરો ઘરેજન્મ્યો..!!

More from Gurjar Upendra

More Jokes

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects