લોકકોશ
લોકો માટે, લોકો વડે બોલાતા શબ્દોનો, લોકો વડે બનાવાયેલો કોશ.
એકદમ તરોતાજા વીચાર.
શબ્દકોશ બનાવનારા સાહીત્યકાર નથી હોતા. શબ્દકોશ બનાવવો એ બહુ અરસીક અને કઠણ કામ છે. શબ્દકોશ બનાવનાર એકલે હાથે વપરાતા તમામ શબ્દો એકઠા ન જ કરી શકે. પણ એ કામ સહીયારી મુડીની જેમ લોકોના સહકારથી થાય એવી પીઠીકા ઉભી કરવી; એ એક નવો જ વીચાર છે. ગુજરાતી લેક્સીકોને આ કામની શરુઆત કરીને એક વીશીષ્ટ અને સાચી દીશામાં કદમ ઉઠાવ્યું છે.
અને આ બંદાને આ વાત ગમી ગઈ. હોબી અને રમતની જેમ નીજાનંદની આ નવી તક તરત ઝડપી લીધી. અને ક્રમે ક્રમે, 535 જેટલા શબ્દો ગોતી કાઢ્યા. એમાંથી નીર્ણાયકોને 109 શબ્દો લોકકોશમાં સમાવવા યોગ્ય લાગ્યા. એ બધા શબ્દો જોવા અહીં ‘ ક્લીક’ કરો.
( http://lokkosh.gujaratilexicon.com/index.php?action=byuser&user=sbjani2006 )
અને લો ! આને ઈડરીયો ગઢ જીત્યો હોય, તેમ ગણી નીર્ણાયકોએ પહેલું ઈનામ આપી દીધું !!. મારું ઈન બોક્સ અભીનંદનના ઈમેલોથી ફાટફાટ છલકાવા લાગ્યું. બરાબર 345 ઈમેલ સંદેશાઓ મળ્યા !!!
વાહ રે મેં વાહ ! ભારે કરી; ધાડ મારી ! મારો અહમ્ સંતોષાયો.
પણ આ તો ભાષાના સમુદ્રતટ પર કોઈ બાળક બેચાર છીપલાં વીણી કાઢે તેવી બાલિશ ચેષ્ટા જ થઈ ને ? ભાષાના મહાસાગરને ખેડવો એ કાંઈ બચ્ચાંના ખેલ નથી – સેંકડો, હજારો વર્ષોના માનવ–પ્રયત્નોથી આકાર પામેલી, વીકસેલી, સદા સમૃદ્ધ થતી ભાષાનો આ તો મહાસાગર !
આ ભાવને વાચા આપવા, આ બાબત આ નાનકડા પ્રયત્નના અનુભવ બાદ, ઉદભવેલા વીચારો રજુ કરવા અહીં પ્રયત્ન કરું છું.
લોકકોશના વીચાર બાદ કદાચ ગુજરાતી શબ્દકોશની વ્યાખ્યા અને પહોંચ બદલવાં પડશે. અંબાજીથી દહાણું અને બેટ દ્વારકાથી દાહોદ વચ્ચે બોલાતી ભાષા; એ જ શું ગુજરાતી ? કે પછી વીશ્વમાં એક ગુજરાતી ગમે ત્યાં હોય; પણ એ બોલતો હોય તે ગુજરાતી ? અરે ! ઓલ્યા સીમીત ગુજરાતમાં પણ બોલાતા બધા શબ્દો, બધી બોલીઓના શબ્દો શબ્દકોશમાં છે ખરા ? સાદો દાખલો આપું. મેં એક શબ્દ ‘પેંત’ (- સદ્ય પ્રસુતા માતાઓએ શીયાળામાં ખાવાનું વસાણું.) સુચવ્યો હતો. અમદાવાદની ગઈ પેઢીની મહીલાઓ વાપરતી હતી તે શબ્દ – સુરતમાં કદાચ આ શબ્દ જાણીતો નથી. આ શબ્દ સ્વીકારાયો નહીં. પણ એ શબ્દનો સીમીત ઉપયોગ તો છે જ. આવા તો ઘણા શબ્દો હશે કે, જેનો બહુ સીમીત ઉપયોગ થતો હશે. એમ તો વીદ્વાનો વાપરે છે, તેવા કેટલાય શબ્દો સામાન્ય માણસ જાણતો પણ નથી. દા.ત. ‘ પ્રત્યાયન’. આ માટે ‘કોમ્યુનીકેશન’ વધારે જાણીતો અને વપરાતો શબ્દ નથી ?
અંગ્રેજી શબ્દો અંગ્રેજી રાજ હતું તેના કરતાં હવે વધારે વપરાય છે. અને એ સ્વાભાવીક છે. મધ્યમ અને ઉચ્ચ વર્ગનો માણસ તેના દૈનીક જીવનમાં ઘણા મોટા સમય માટે અંગ્રેજી વાપરે છે. ઓફીસો, સરકારી કચેરીઓ, વેપાર, ઉદ્યોગ બધે અંગ્રેજી વપરાય છે; વપરાવાનું જ છે. સતત વીસ્તરતા જતા વીજ્ઞાન અને આધુનીક ઉપકરણોને કારણે, સામાન્ય વ્યવહારમાં પણ આમ બનવાનું જ. દા.ત. ‘સેલ ફોન’ આથી અંગ્રેજી શબ્દો લોકપ્રીય થવાના જ – જેમ ‘મુબારક’ અને ‘સલામ’ જેવા ફારસી શબ્દો થયા છે તેમ. આનો કશો છોછ ન હોવો જોઈએ. આનાથી તો ભાષા સમૃદ્ધ થાય છે.
બીજી વાત છે, એવા શબ્દો જે ગુજરાતી કુટુમ્બોમાં ગુજરાત બહાર વપરાય છે. દા.ત. ‘ક્લોઝેટ’ આ શબ્દો ગુજરાતમાં જાણીતા ન હોય તો પણ વૈશ્વીક ગુજરાતીઓ વાપરે જ છે. એ વીના સંકોચે શા માટે કોશમાં ન સમાવાય ?
ત્રીજી વાત છે – ‘સુચી’ જેવા શબ્દો. આવા ઘણા શબ્દો મેં સુચવ્યા હતા; જે સ્વીકારાયા નથી. દા.ત. વીશ્વના દેશો, કમ્યુટરની ભાષાઓ, ખાદ્ય વાનગીઓ, વીશેષ નામો, નદીઓ, તારાઓ, વીદ્યાઓ, વગેરે. – આ શબ્દો શબ્દકોશમાં નહીં તો તેના પરીશીષ્ટો તરીકે સમાવવા જોઈએ તેમ હું માનું છું.
અને છેલ્લે… શબ્દકોશ બનાવવો એ કોઈ એક જ સંસ્થાનો વીશેષાધીકાર નથી; તે લોકકોશે અને લેક્સીકોને સીદ્ધ કરી દીધું છે. કદાચ એવી સંસ્થાઓએ શ્રેયસ્કારી પરીવર્તન માટે જુનાં વલણોનો ત્યાગ કરવો જરુરી છે; એમ મને લાગે છે.
Credited to : Suresh Jani
Blog : http://gadyasoor.wordpress.com/2010/01/25/lokkosh/
બાલિશ –
નાદાન, છોકરવાદી. (૨) મૂર્ખ, બુદ્ધિહીન. (૩) હીનબુદ્ધિનું
પેંત – કોડીની લૂંજાની રમતમાં ચત્તી પડવાની સ્થિતિ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ