ભાવાર્થ – જેની સૂંઢ વક્ર છે, જેનું શરીર મહાકાય છે, જે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે તેવું સઘળું શુભ પ્રદાન કરનાર ગણપતિ સદૈવ મારા વિઘ્ન હરે.
ભાવાર્થ – ગૌરી-પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવાસ સ્થાનરૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કરવું.
ભાવાર્થ – પહેલા વક્રતુંડને, બીજા એકદંતને, ત્રીજા કૃષ્ણપિંગાક્ષને, ચોથા ગજક્ત્રને…
ભાવાર્થ – પાંચમા લંબોધરને, છઠ્ઠા વિકટને, સાતમા વિઘ્નરાજને અને આઠમા ધૂમ્રવર્ણને…
ભાવાર્થ – નવમા ભાલચંદ્રને, દશમા વિનાયકને, અગિયારમા ગણપતિને અને બારમા ગજાનનને…
ભાવાર્થ – જે માણસ આ બાર નામોનો પ્રાતઃકાળે, મધ્યાહનકાળે અને સાયંકાળે જપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે.
ભાવાર્થ – વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યાને મેળવે, ધનની ઇચ્છાવાળો પાઠ કરે તો ધનને મેળવે, પુત્રની ઇચ્છાવાળો પાઠ કરે તો પુત્ર-સંતાન મેળવે, અંતે મોક્ષની ઇચ્છાવાળો પાઠ કરે તો ગતિ મોક્ષને મેળવે છે.
ભાવાર્થ – જે માણસ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે, તેને આ સ્તોત્રનો પ્રારંભ પછી છઠ્ઠે માસે ફળ મળે છે, અને એક વર્ષે સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે એમાં સંશય નથી. પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો પડે નહિ એનું ખાસ ધ્યાન રાખવું અને એમ થાય તો ફરીથી શરૂઆત કરવી જોઇએ.
ભાવાર્થ – જે માણસ આઠ બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે, એને ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે
ૐ શ્રી ગણેશાય નમ:
ગુજરાતીલેક્સિકોન તરફથી સૌ મિત્રોને ગણેશચતુર્થીની હાર્દિક શુભકામનાઓ પાઠવામાં આવે છે
-http://www.sanatanjagruti.org/bhakti/sankatnashan-ganesh-stotra
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.