ગીત-સંગીતમાં એવી શક્તિ છે કે ધારે ત્યારે વરસાદ વરસાવી શકે પછી ભલેને વર્ષાઋતુ હોય કે ન હોય ! ઇતિહાસ આવી ઘટનાઓનો સાક્ષી છે. આ વાતની સમૃતિ કરાવતા, વરસાદને આમંત્રણ આપતા એક સુંદર ગીતનો ચાલો આસ્વાદ માણીએ…
ના શ્રાવણ ના ઋતુ વર્ષાની ના જળના એંધાણ
મેઘરાજ આવો તો માનું સાજન સુર સુજાણ
ગરજ ગરજ વરસો જલધર
દીપકથી દાઝેલાં તનને
શીતળ જળથી પરસો
ગરજ ગરજ વરસો જલધર
તરસ્યાની ના તરસ છીપાવે
એ વાદળ કોને મન ભાવે
આકાશી આ હેલ છલોછલ
સંઘરીને શું કરશો ?
ગરજ ગરજ વરસો જલધર
પરદુઃખમાં થઈને દુઃખીયારા
લઈએ ખોળામાં અંગારા
જલતાને ઠારો તો જુગજુગ
ઠાર્યાં એવાં ઠરશો
ગરજ ગરજ વરસો જલધર
ગગન ઘોર ઘન
શ્યામ શ્યામ તન
મેઘરાજ આવો
થર થર થર થર મેરુ કંપે
જલ થલ જલ વરસાવો
આવો….આવો
ગરજ ગરજ વરસો જલધર
કનક કામિની
દમક દામિની
નૂર નભમાં રેલાવો
ઝરમર મોતી વસુંધરાને પાલવડે ટંકાવો
આવો….આવો
ગરજ ગરજ વરસો જલધર
સ્વરઃ આશા ભોસલે અને ઉષા મંગેશકર
ગીતઃ કાંતિ અશોક
સંગીતઃ મહેશ-નરેશ
ચિત્રપટઃ તાના-રીરી (૧૯૭૫)
આભારઃ http://mavjibhai.com/
ગીતને આપેલ લિંક દ્વારા સાંભળી શકશો :
http://mavjibhai.com/madhurGeeto_two/garajgaraj.htm
મેઘરાજ – Indra; rain.
છલોછલ – to overflowing, filled to the brim.
અંગારા – burn with rage; be deeply hurt.
ઘોર – frightful, terrible; monstrous; (of sleep) deep; excessive.
કામિની – sweetheart; lovely woman, beauty.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.