આજે ૧૪ નવેમ્બર એટલે બાળદિન. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂનો જન્મ દિવસ 14 નવેમ્બર 1889માં અલ્લાહબાદમાં થયો હતો. જવાહરલાલ નહેરૂ ઇંગ્લેન્ડમાં ભણીને બેરિસ્ટર થયાં હતા. આપણા દેશને સ્વતંત્ર કરવા તેઓ ઘણીવાર જેલમાં પણ ગયા હતા.
કહેવાય છે કે એમને બાળકો ખૂબ પસંદ હતા અને જવાહરલાલ નહેરૂને બાળકો પ્રેમથી “નહેરુચાચા” કહેતા. નહેરુચાચાની યાદમાં એમના જન્મદિવસને “બાળદિન” તરીકે ઊજવવામાં આવે છે. આપણો ઇતિહાસ આજના દિવસે આ સ્વપ્નદૃષ્ટા અને શાંતિદૂત આપણા પ્રથમ વડાપ્રધાનને યાદ કરે છે. વૈશ્વિક રીતે બાળદિન ઊજવવાની શરૂઆત ઓક્ટોબર-૧૯૫૪થી થઈ હતી અને આજે પણ વૈશ્વિક રીતે ૨૦ નવેમ્બરના દિવસે બાળદિન ઊજવાય છે. નહેરુચાચાને ગુલાબનું ફૂલ ખૂબ જ ગમતું. નહેરુચાચાના જીવનનો ધ્યેય ‘ઝડપી આર્થિક વિકાસ સાધવો અને એ દ્વારા સામાજિક ન્યાય પ્રાપ્ત કરવો’ એ હતો, તેથી તેઓએ આપણને ”આરામ હરામ હે”નો મંત્ર આપ્યો હતો.
બાળદિન નિમિત્તે ચાલો ફરી બાળક બનીએ…..
ચાલ ને સખી, બાળક બનીએ
ફરી પા-પા પગલી માંડીએ
આંખોમાં કુતૂહલને ભરી દુનિયા ફરીથી નિહાળીએ
જીવનમાં નિર્દોષતા ભરીએ
કોઈને ફરિયાદ ન કરીએ
ચિંતા અને ફિકરની ફાકી કરીને
રોજ જીવન નવું જીવીએ
ફૂલ, પંખી ને પવનની દોસ્તી કરીએ
હાથમાં લઈને હાથને દોડીએ
દરિયાને કિનારે જઈને
શંખ, છીપ ને મોતી વીણીએ
દૂર ગગનમાં વસતાં પેલા
ચાંદ ને તારાની પાસે જઈએ
ચાલ ને સખી, બાળક બનીએ
-કવિતા પ્રીતિનો બ્લોગ (વિવિધ રંગો)માંથી.
બાલદિન – બાળપર્વ તરીકે ઊજવાતો જવાહરલાલ નેહરુનો જન્મદિવસ – 14 નવેમ્બર
કુતૂહલ – કૌતુક, આશ્ચર્ય, વિસ્મય, નવાઈ, અચંબો
છીપ – કોચલાવાળાં દરિયાઈ પ્રાણીઓમાંનુ કાલુ નામનું એક જાતનું અંદરની સપાટીએ ચંદ્ર જેવા ચળકાટવાળું કોટલું, સીપ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં