પ્રિય મિત્ર,
ભાષા ફક્ત શબ્દો કે વ્યાકરણની જ બનેલી નથી હોતી. રૂઢિપ્રયોગ, વિરુદ્ધાર્થી શબ્દો, કહેવતો, સુવિચાર વગેરે અનેકવિધ પાસાંઓના સમન્વય થકી કોઈ પણ ભાષા વધુ સમૃદ્ધ અને સુદૃઢ બને છે. આ દરેક વિભાગ લોકજીવનમાં કોઈ ને કોઈ રીતે વણાઈ ગયેલા જોવા મળે છે, તેમાંય ખાસ કરીને કહેવતો અને સુવિચારો લોકજીવનમાં એક અલગ જ મહત્ત્વ ધરાવે છે. કહેવતો ‘લોકજીવનનું વહોળિયું’ છે. તે બનેલા વિવિધ બનાવો પરથી જન્મ લે છે. તેના કોઈ કવિ કે સર્જક હોતા નથી. તેવી જ રીતે સુવિચારો એટલે સારા વિચારો, સદ્વિચારો કે સારા ઉમદા ખ્યાલો. સુવિચારોમાં પ્રેમ, સફળતા, અહંકાર, અભિમાન, ગર્વ વગેરે જેવા અનેક વિષયોને આવરી લેવામાં આવે છે.
આજે વિશ્વની મોટાભાગની દરેક ભાષા તેની ભૌગોલિક સીમા ઓળંગીને વૈશ્વિક બની ગઈ છે, ગુજરાતી ભાષા પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતી ભાષાની વાત આવે ત્યારે ભાષાપ્રેમી ‘ગુજરાતીલેક્સિકોન’ના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાને કેવી રીતે વિસારી શકાય? આજે તેમના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતીલેક્સિકોન આપ સૌ સમક્ષ ‘જંબલ-ફંબલ’ નામની રસપ્રદ કહેવત–રમત અને ‘ગુજરાતી સુવિચારો ઉપરાંત ગુજરાતી-જાપાનીઝ અને ગુજરાતી-ચાઈનીઝ શબ્દકોશની મોબાઇલ ઍપ્લિકેશન’ રજૂ કરે છે.
‘જંબલ ફંબલ’ રમતનો ગુજરાતીલેક્સિકોનના ગેમ વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેની લિંક નીચે મુજબ છે :
http://gujaratilexicon.com/game/kids-corner/kidsgame/jumblefumble/index.php
નીચે જણાવેલા ક્રમને અનુસરી તમે આ રમત રમી શકશો.
* સૌ પ્રથમ ગુજરાતી / અંગ્રેજી બેમાંથી કોઈ એક ભાષાવિકલ્પ પસંદ કરો. ત્યારબાદ કહેવતના શબ્દોનો ક્રમ ઊલટસુલટ કરીને વિવિધ ખાનાંમાં ત્યાં આપવામાં આવશે. તર્કબુદ્ધિના સહારે તે શબ્દોને માઉસની મદદથી તેના યોગ્ય ક્રમમાં ગોઠવવાના રહેશે.
* 2 મિનિટની સમયમર્યાદામાં આ કહેવત પૂર્ણ કરવાની રહેશે.
* ‘Submit Proverb’ પર ક્લિક કરીને ગોઠવેલી કહેવત સાચી છે કે નહીં તે અને કેટલી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવી છે તે તમે ચકાસી શકો છો.
* જો આપેલી સમયમર્યાદામાં કહેવત પૂર્ણ ન થાય તો સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તે શબ્દોનો સાચો ક્રમ ત્યાં જોઈ શકાશે અને ‘View Meaning’ પર ક્લિક કરીને તેનો અર્થ પણ જાણી શકાશે.
* કહેવતમાં આવતા શબ્દો તેમાં નીચે આપવામાં આવ્યા છે જેના પર ક્લિક કરતાં તમે તે શબ્દોના અર્થ પણ જાણી શકો છો. આમ, જ્ઞાન સાથેની ‘જંબલ-ફંબલ’ રમત રમતાં તમારું શબ્દભંડોળ પણ વધે છે.
ગુજરાતીલેક્સિકોનની સુવિચારોની મોબાઇલ ઍપ્લિકેશન :
* એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કાર્યરત ગુજરાતી સુવિચારોની આ એક ઑફલાઇન મોબાઇલ ઍપ્લિકેશન છે.
* જીવન, ઈશ્વર, જ્ઞાન, કાર્ય, સફળતા વગેરે જેવા વિભાગો તેમાં આપવામાં આવેલા છે.
* આ સુવિચારો તમે મેસેન્જર, મેસેજ, વ્હોટ્સ્અપ, ઇમેઇલ કે બ્રાઉઝર દ્વારા તમારા મિત્રોને મોકલી શકો છો તથા ફેસબુક, ટ્વિટર, ગુગલ+ અને ઇમેલ પર પણ શેર કરી શકો છો.
ગુજરાતીલેક્સિકોનની સુવિચારોની મોબાઇલ ઍપ્લિકેશન નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો :
https://play.google.com/store/apps/details?id=com.arnion.glquotes&hl=en
ગુજરાતી-જાપાનીઝ અને ગુજરાતી-ચાઇનીઝ શબ્દકોશની મોબાઇલ ઍપ્લિકેશન :
* એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કાર્યરત ગુજરાતી-જાપાનીઝ અને ગુજરાતી-ચાઇનીઝ શબ્દકોશની આ એક ઑફલાઇન મોબાઇલ ઍપ્લિકેશન છે.
* ગુજરાતીમાં શબ્દ લખો અને તેનો અંગ્રેજી અને જાપાનીઝ/ચાઇનીઝ અર્થ મેળવી શકો છો.
* ગુજરાતીમાં લખવા માટે inbuilt ગુજરાતી કીબોર્ડની સુવિધા ઉપલબ્ધ છે.
* History વિભાગમાં અત્યાર સુધી શોધવામાં આવેલા શબ્દોની યાદી જોઈ શકો છો.
* Conversation વિભાગમાં દૈનિક વપરાશમાં ઉપયોગી ગુજરાતી વાક્યોના અંગ્રેજી, જાપાનીઝ અને ચાઇનીઝ ભાષાંતર જોઈ શકો છો.
* ગુજરાતી-જાપાનીઝ અને ગુજરાતી-ચાઇનીઝ શબ્દકોશની મોબાઇલ ઍપ્લિકેશન નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
GL-Japanese :https://play.google.com/store/apps/details?id=com.arnion.gljapanese&hl=en
GL-Chinese :https://play.google.com/store/apps/details?id=com.arnion.glchinese&hl=en
ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો, અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.
‘જય જય ગરવી ગુજરાત !’
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.