પ્રિય મિત્ર,
આધુનિક યુગમાં કોઈ પણ વ્યક્તિ ‘ગુગલમેપ’ના સહારે વિશ્વના કોઈ પણ સ્થળ વિશેની માહિતી ત્વરિત મેળવી શકે છે. એ જ રીતે ‘વર્ડમેપ’ની મદદથી ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર વિશ્વના કયા દેશમાંથી કઈ ભાષાનો કયો શબ્દ શોધવામાં આવ્યો છે તેની માહિતી મળી શકે છે. આ માહિતી અલગ અલગ રંગોના વિવિધ બલૂનના માધ્યમથી ગુજરાતીલેક્સિકોનના વર્ડમેપ પૃષ્ઠ ઉપર જોઈ શકાય છે. બલૂન ઉપર ક્લિક કરીને તમે આ માહિતી મેળવી શકો છો. આ સુવિધાની માહિતી આપતી લિંક નીચે મુજબ છે :
http://www.gujaratilexicon.com/wordmap/
અલગ અલગ શબ્દકોશ માટે અલગ અલગ રંગના બલૂન આઇકોન આપવામાં આવ્યા છે. જેમ કે,
* અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ માટે EG
* ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ માટે GE
* હિન્દી – ગુજરાતી શબ્દકોશ માટે HG
* ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ માટે GG
ચાલો ત્યારે, આપણે આ સુવિધાનો ઉપયોગ કરીએ અને જાણીએ કે દુનિયાભરમાંથી કયા કયા શબ્દો શોધવામાં આવે છે.
ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટની મદદથી અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ અને ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ સરળતાથી જાણી શકાય છે. હવે હિન્દી શબ્દોના ગુજરાતી અર્થ પણ સરળતાથી ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની મદદથી જાણી શકાય છે. આ માટે આજે જ સાઇટ ઉપર આપવામાં આવેલા હિન્દી – ગુજરાતી શબ્દકોશ વિભાગની મુલાકાત લો :
http://www.gujaratilexicon.com/dictionary/HG/
આઇફોન ધારકો હવે ગુજરાતીલેક્સિકોનની વિવિધ મોબાઇલ એપ્લિકેશન નીચે આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકે છે :
iPhone :
https://itunes.apple.com/us/app/gujaratilexicon-dictionary/id663856148?mt=8
ગુજરાતીલેક્સિકોનની મોબાઇલ ઍપ્લિકેશન લોકાર્પણની છબીઓ નિહાળવા માટે અહીં ક્લિક કરો :
http://www.gujaratilexicon.com/gallery/main.php?g2_itemId=779
‘ગુજરાતીલેક્સિકોન’
* ઓનલાઇન સ્પેલચેકરનો સમાવેશ
* રોજ એક સુવિચાર મેલ દ્વારા મેળવવાની સુવિધા
* ગુજરાતી અને અંગ્રેજી કહેવતોનો સમાવેશ
* યુ-ટ્યૂબ ચેનલ પર વિવિધ હેલ્પ-વીડિયો
* સમગ્ર સ્રોત નિ:શુલ્ક ડાઉનલોડ કરવાની સુવિધા
‘ભગવદ્ગોમંડલ’
* ગુજરાતી ભાષાનો સાંસ્કૃતિક સીમાસ્તંભ
* ગાંધીજી દ્વારા ભગવદ્ગોમંડલ માટે લખાયેલ મૂળ પત્ર
* શબ્દભંડોળ અને અર્થભંડોળની દૃષ્ટિએ અતુલનીય કોશ
* ભગવદ્ગોમંડલ સાઇટ ગુજરાતીમાં પણ ઉપલબ્ધ
* સંપૂર્ણ રીતે યુનિકોડમાં ઉપલબ્ધ
‘લોકકોશ’
* લોકોનો, લોકો માટે અને લોકો દ્વારા ચાલતો શબ્દકોશ
* નિષ્ણાતો દ્વારા પસંદગી પામેલા શબ્દોનો સમાવેશ
* ‘શબ્દમિત્ર’ બનો અને ‘શબ્દફાળો’ આપો
* સ્વામી આનંદના જૂની મૂડીના શબ્દોનો સમાવેશ
* અત્યારસુધીમાં 936 શબ્દોનો સમાવેશ
‘ગેમ્સ’
* ગુજરાતીલેક્સિકોનની રમતો ફેસબુક પર ઉપલબ્ધ
* હેન્ગમંકી, ક્વિક-ક્વિઝ, ક્રોસવર્ડ શબ્દ રમતનો સમાવેશ
* સૌ પ્રથમ ગુજરાતી ‘વર્ડ મેચ’ રમતનો સમાવેશ
* વર્ડ મેચ રમવા માટેની મદદ–માર્ગદર્શિકા અને વીડિયો
* રમો, રમાડો અને શબ્દભંડોળ વધારો
ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.
મૂળભૂત સંદેશો વાંચવા અહીં ક્લિક કરો – http://www.gujaratilexicon.com/newsletters/2013/5thaugust2013.html
જય જય ગરવી ગુજરાત !
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.