મનુષ્ય એ એક કોડિયું છે. એને હંમેશાં પ્રકાશિત રાખો. આપણે પ્રભુ પાસે પીવાનું થોડું પાણી માગ્યું તે એણે આપણને હજારો ઝરણાઓ -નદીઓ-સરોવરો આપી દીધા. આપણે એમની પાસે ફૂલની માંગણી કરી તો એણે આપણને બગીચાઓ ભરીને ગુલદસ્તાઓ મોકલી દીધા. આપણે એમની પાસે છાંયડા માટે એકાદ ઝાડવું માંગ્યું તો એણે આપણને મોટા મોટા ગાઢ જંગલો આપી દીધા.
આપણે કહ્યું કે હે ભગવાન ! મને એકલું એકલું લાગે છે. તો એણે આપણને કુટુંબ-સંગાથી- સાથી -મિત્રોની ભેટ આપી દીધી. કેવો દયાળુ છે એ !! કેટલો બધો માયાળુ છે એ !! એના પર વિશ્વાસ રાખીએ તો એ શું નથી આપતો ? ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસનું કોડિયું હંમેશાં જલતું પ્રકાશમય રાખો. પછી જુઓ અંધકારનો ડર ક્યારેય નહિ લાગે. આખા જગતનું અંધારું એકઠું થાય તો પણ આ કોડિયાને ક્યારેય નહિ ઓલવી શકે.
દીકરો અને દીકરી એ પણ જીવનનું પ્રકાશમય કોડિયું છે. દીકરા કરતા પણ દીકરી રૂપી પ્રકાશમય કોડિયું બંને પેઢીને તારે છે. દીકરો એક કુળને તારે છે. પરંતુ દીકરી તો બંને કુળનો ઉદ્ધાર કરે છે. દીકરી એ તો ઘરનો તુલસી ક્યારો છે. એ તુલસી ક્યારાના પાન તો ભગવાન પણ હોંશેહોંશે સ્વીકારે છે.
• દીકરો વારસ છે. દીકરી પારસ છે.
• દીકરો વંશ છે. દીકરી અંશ છે.
• દીકરો આન છે. દીકરી શાન છે.
• દીકરો તન છે. દીકરી મન છે.
• દીકરો માન છે. દીકરી ગુમાન છે.
• દીકરો સંસ્કાર છે. દીકરી સંસ્કૃતિ છે.
• દીકરો આગ છે. દીકરી બાગ છે.
• દીકરો દવા છે. દીકરી દુવા છે.
• દીકરો ભાગ્ય છે. દીકરી વિધાતા છે.
• દીકરો શબ્દ છે. દીકરી અર્થ છે.
• દીકરો ગીત છે. દીકરી સંગીત છે.
• દીકરો પ્રેમ છે. દીકરી પૂજા છે.
“ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસરૂપી કોડિયું કાયમ પ્રજ્વલિત રાખીએ”
– નૈષેધ દેરાશ્રી
આ લેખકે ખૂબ જ સરસ રીતે ભગવાન, દીકરો અને દીકરીનું મહત્ત્વ સમજાવ્યું છે. જે દરેકે સમજવા જેવી બાબત છે. દીકરો હોય કે દીકરી, કશાનું દુ:ખ લાવ્યા વગર ભગવાને આપણને જે અમૂલ્ય ભેટ આપી છે તેનું સુંદર રીતે જતન કરવું જોઈએ.
source:sandesh-magazine
કોડિયું – small earthen bowl; such receptacle for the oil and wick of a lamp, lamp.
ગાઢ – thick; very much, excessive; (of sleep) deep, sound; (of ignorance, darkness) deep.
કુળ – all taken together, total; all; complete.
પારસ – philosopher’s stone. a. of big size or good quality.
અંશ – part, portion; share; degree in circular or angular measurement; degree of latitude or longitude;
ગુમાન – pride, arrogance.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.