મિત્રો,
તારીખ 13 જાન્યુઆરીના દિવસે ‘ગુજરાતીલેક્સિકોન’ તેની યાત્રાનાં છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે. તે ટાણે આપ સમક્ષ એક અંતરંગ વાત અમે રજૂ કરીએ છીએ. અમારે મન આજની ઘડી, પળ, દિવસ, વાર, મહિનો અને વર્ષ ‘ગુજરાતીલેક્સિકોન’ માટે અવિસ્મરણીય છે. જમીનમાં જેમ આપણે બીજને વાવીએ, તેને પૂરતાં પ્રમાણમાં ખાતર-પાણી-હવા–પ્રકાશ અને માવજત આપીએ તો કાલાન્તરે તેમાંથી એક પરિપક્વ વટવૃક્ષ બને છે; તે જ પ્રમાણે શ્રી રતિલાલ ચંદરયાના અથાગ પ્રયત્નો થકી ‘ગુજરાતીલેક્સિકોન’રૂપી વટવૃક્ષ આજે તેની જન્મજયંતિ નિમિત્તે તેના વાચકગણને ‘ગ્લોબલ-ગુજરાતીલેક્સિકોન’ની ભેટ આપે છે.
પ્રશ્ન થશે કે ‘ગ્લોબલ-ગુજરાતીલેક્સિકોન’ એટલે શું ? આજે આપણે વિશ્વમાનવીની – આધુનિકીકરણની જે વાતો કરીએ છે તે બધાના પાયામાં ભાષા એક અત્યંત જરૂરી આધારસ્તંભ છે. કોઈપણ ભાષા ત્યારે જ સમૃદ્ધ બને જ્યારે અન્ય ભાષાના શબ્દોનો પણ તેમાં સમાવેશ થાય, ઉપરાંત અન્ય પ્રાંત કે ભાષાના લોકો પણ આપણી ભાષાને અપનાવે અને સમજે. બસ, આ જ બાબતને અનુસરીને અમે આપ સહુ સમક્ષ ‘ગુજરાતી – જાપાનીઝ’ અને ‘ગુજરાતી – ચાઇનીઝ’ ભાષાનો શબ્દકોશ રજૂ કરી રહ્યા છે. તે જ global.gujaratilexicon.com
અનુમાન કરીએ કે આપણે ઊગતા સૂર્યના દેશ જાપાનમાં છીએ અને ત્યાંના કોઈ રહેવાસીને તેનું નામ તેમની ભાષામાં પૂછવાની ઇચ્છા થઈ તો શું પૂછીશું ? તેનો જવાબ છે – ‘આનાતા નો નામાય વા નાન દેસ કા ?’ (અર્થાત્ Anata no namae wa nan desu ka – What is your name?) તે જ રીતે જો ચાઇનીઝમાં પૂછવું હોય તો કહેવું પડે કે નીન ગ્ક્વે શીન્ગ્ક (અર્થાત Nín guì xìng ? (formal) – What is your name?)
આવા નિતનવીન શબ્દો – વાક્યો આપણે global.gujaratilexicon.com પર માણી શકીશું.
જો આપને આ સાઇટની મુલાકાત લેવામાં કોઈ મુશ્કેલી અનુભવાય તો સાઇટ અંગેનો વીડિયો પણ ગુજરાતીલેક્સિકોનના યુટ્યુબ વિભાગમાં તેમજ સાઇટ ઉપરના હેલ્પ વિભાગમાં આપવામાં આવ્યો છે. જેની લિંક આ પ્રમાણે છે –
YouTube link : https://www.youtube.com/watch?v=XXp9caJqhAg
આજે જ આ સાઇટની મુલાકાત લો અને તમારા અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon પર મોકલાવો.
સાયોનારા
ઝાઇચીએન
આભાર સહ,
ગુજરાતીલેક્સિકોન ટીમ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.