તા. 21 ડિસેમ્બર 2012ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત – સુરત ખાતે આયોજિત જ્ઞાનસત્રનો આરંભ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. દક્ષેશભાઈના સુસ્વાગત વક્તવ્યથી થયો.
આ પ્રસંગે તેમણે મંચસ્થ શ્રી ભગવતીકુમાર શર્મા, શ્રી અશોક વાજપેયી, શ્રી રઘુવીર ચૌધરી, શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, શ્રીમતી વર્ષાબેન અડાલજા, શ્રીમતી અનિલાબેન દલાલ, શ્રી ગોવિંદ સરૈયા અને અન્ય સૌ ઉપસ્થિતોનુંશાબ્દિક અભિવાદન કર્યું. આ ઉપરાંત આ સભાના અતિથી વિશેષ તેમજ અન્ય મંચસ્થોનું શાલ અને પુસ્તક અર્પણ કરીને સ્વાગત કર્યું. આ ઉપરાંત, વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટીને તેનો ગુજરાતી વિભાગ ઊભો કરવા માટે આશરે 2 કરોડ જેટલી આર્થિક સહાય પૂરી પાડનાર શ્રી હર્ષદભાઈનું સન્માન કર્યું અને સામૂહિક આભાર માન્યો.
ત્યારબાદ શ્રી રાજેન્દ્રભાઈ ગુજરાતી સાહિત્ય પરિષદનો વાર્ષિક અહેવાલ શ્રોતાગણ સમક્ષ રજૂ કર્યો. આ અહેવાલની રજૂઆત બાદ શ્રી રઘુવીરભાઈ એ અધ્યક્ષ શ્રી વર્ષાબહેનનો વિસ્તૃત પરિચય રજૂ કર્યો. રઘુવીરભાઈએ તેમના લાક્ષણિક અંદાજમાં ખૂબ જ સુંદર રીતે આ કામગીરી બજાવી અને સમગ્ર વાતાવરણને હાસ્યના રંગે રંગી દીધું.
ત્યારબાદ શ્રીમતી વર્ષાબહેને ખૂબજ પ્રભાવી રીતે તેમના વ્યક્તિત્વનો પરિચય આપતું વક્તવ્ય રજૂ કર્યું.વર્ષાબહેનના આ સમગ્ર વક્તવ્યની એક પુસ્તિકા સૌને આપવામાં આવી હતી.
શ્રી અશોક વાજપેયીજીનું વક્તવ્ય સૌથી સુંદર અને શ્રોતાગણમાં સૌની સરાહના પામનાર હતું. તેમના વક્તવ્યના દરેક શબ્દે શબ્દે તેમની રમૂજી પ્રકૃત્તિના તથા તેમની વિનોદવૃત્તિનો પરિચય શ્રોતાગણને માણવા મળ્યો.
ત્યારબાદ જાણીતા ફિલ્મ દિગ્દર્શક શ્રી ગોવિંદભાઈ સરૈયાએ તેમનું વક્તવ્ય રજૂ કર્યું અને સાથોસાથ તેમની આગામી ટીવી સિરીયલ સરસ્વતીચંદ્ર વિશે તેમન મહાત્મા ગાંધી પર આધારિત તેમની આવાનારી ફિલ્મ વિશે સુંદર માહિતી આપી.
ત્યારબાદ શ્રી ભગવતીકુમાર શર્માએ પોતાના અલ્પ વક્તવ્યમાં સુંદર રીતે વર્ષાબહેનનો પરિચય કરાવ્યો. સાથોસાથ સાહિત્યના વિવિધ પાસાંઓ વિશેની તેમની દીર્ઘદૃષ્ટિની પ્રતિતી સૌને કરાવી.
પછી અનિલાબહેન દલાલે તેમનું વક્તવ્ય સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને ટૂંકમાં રજૂ કર્યું. આ ઉપરાંત ગુ. સા. પરિષદ તરફથી રૂ. ત્રણ લાખનું દાન વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટીને આપવામાં આવ્યું.
ત્યારબાદ આભારવિધી કાર્યક્રમના સંચાલક તરફથી કરવામાં આવી.
આમ, એકંદરે કાર્યક્રમ સુંદર રહ્યો.
પુસ્તકમેળાનું આયોજન યુનિવર્સિટીના HRD વિભાગમાં યોજવામાં આવેલ હતું. જેમાં સાહિત્ય પરિષદ ઉપરાંત અન્ય પ્રકાશન સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો. આ સમયે હાલમાં જ ગુ. સા. પ. અને ગુજરાતીલેક્સિકોનના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યશાળાના વિવિધ સત્રોમાંથી ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું તે ઉપરાંત ગુજરાતીલેક્સિકોન અને ભગવદ્ગોમંડલના નિદર્શનની સતત રજૂઆત પુસ્તકમેળામાં મૂકેલ કમ્પ્યૂટર સ્ક્રીન ઉપર થતી રહે તેવી ગોઠવણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ત્યાં ગુજરાતીલેક્સિકોનના બ્રોશર પણ મૂકવામાં આવ્યા. જેનો લાભ પુસ્તકમેળામાં આવનાર દરેકે લીધો.
જ્ઞાનસત્ર – જ્યાં કોઈ એક કે વધુ વિષયો ઉપર ચર્ચાવિચારણા કરવામાં આવતી હોય તેવું આયોજન, ‘સેમિનાર’
વક્તવ્ય – કહેવા જેવું, બોલવા જેવું. (૨) ન○ કથન, નિવેદન, હકીકત. (૩) ભાષણ, પ્રવચન
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.