એક અંધ ભિખારી હતો. બીજો લંગડો ભિખારી. બન્ને એકના એક ગામમાં ભીખ માગીને કંટાળ્યા. બન્ને વચ્ચે દોસ્તી એટલે નક્કી કર્યું કે રણને પેલે પાર બીજું મોટું નગર છે ત્યાં હવે ચાલ્યા જવું.
એકબીજાના સહારે બન્ને નીકળી પડ્યા. રાત પડતાં રસ્તામાં એક મંદિર આવ્યું. રાતવાસો કરવા ત્યાં રોકાઈ ગયા. આંધળાએ પોતાની પાસેની પોટલીનું ઓશીકું બનાવ્યું અને લાકડીએ પથારીની બાજુમાં રાખી.
વહેલી સવારે ચહલપહલ સાંભળીને અંધ જાગી ગયો. પોતાની લાકડી લેવા હાથ લંબાવ્યો, પણ લાકડી મળી નહીં. એ તો ખૂબ વ્યાકુળ થઈ ગયો. ઘાંઘો થઈ થોડો ખસીને આજુબાજુ હાથ પસરાવ્યો તો એના હાથમાં લાકડી જેવું કશુંક આવ્યું. જો કે એને લાગ્યું કે પોતાની લાકડી તો પાતળી અને ખરબચડી હતી, જ્યારે આ તો થોડી જાડી અને સુંવાળી છે, પણ પોતાનું કામ ચાલશે એમ ધારીને મન મનાવ્યું.
લંગડાને જગાડવા આંધળાએ એને પોતાની પાસેની લાકડી અડકાડી. લાકડીનો સ્પર્શ થતાં જ લંગડો જાગી ગયો, પણ આંધળાના હાથમાંની એ લાકડી જોઈને એના તો હોશકોશ ઊડી ગયા. રણની કારમી ઠંડીના કારણે થીજી ગયેલો એ એક સાપ હતો.
લંગડો કહે : ‘ભાઈ, તારા હાથમાં છે એ લાકડી નથી, સાપ છે. ફેંકી દે એને!’
આંધળો કહે : ‘મજાક છોડ, આમ કહીને મારી લાકડી તું પડાવી લેવા માંગે છે, પણ એમ તારા કહેવાથી લાકડી ફેંકી દઈશ નહી.’
રકઝક ચાલતી હતી એ દરમિયાન તડકો લાગતાં સાપમાં ગરમીનો સંચાર થયો અને એ સળવળ્યો. લગંડાની વાત હવે આંધળાને સાચી લાગી. એણે તરત જ સાપ ફેંકી દીધો ને લંગડાને વળગી પડ્યો. આંધળાએ તો માની લીધેલી લાકડી ફેંકી દીધી.
પરંતુ એવા લોકો કે, “જે પોતાની માન્યતા અને ધારણાને છોડતા નથી અને હઠાગ્રહને વળગી રહે છે એનો અંજામ હતાશા જ હોય છે. હા, જે પોતાની જડ માન્યતા ફગાવી દે છે-નવી વાત અપનાવી લે છે એ જરૂર આગળ ડગ માંડવામાં સફળ નીવડે છે.”
source : chitrlekha
ભિખારી – beggar.
ઓશીકું – pillow.
ખરબચડું – rough; uneven.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.