ધોળા ડગલા, લીલા છગા,આવ્યા રે પરદેશી સગા; ખાય ખાય ને હાય હાય
ભરે ફાળ પણ મૃગ નહિ, નહિ સસલો નહિ શ્વાન;મોં ઊંચું પણ મોર નહિ, સમજો ચતુર સુજાણ
એક નર ને નારી ઘણી, રાત પડે નર એકલો
બળતા પેટમાં નીકળે ધુમાડાના ઢગ, છાણાં, લાકડાં કોલસા ખાઈને જીવાડે જે જગ
એક નાના ઝાડનાં, પંજા જેવાં પાન;દાંડી તો છે લાંબી, તેના ફળનું છે બહુમાન