Home » GL Community » Kavita
મેં વિચાર્યું આમ ને તેમ, ના કરી શકાય? ને કરી શકાય, તો બીજું શું શું કરી શકાય? જો સરખી માવજત કરવામાં આવે, તો શું કોઈનાં પગલાનું દેવાલય ના કરી શકાય? ને એ દેવાલયની સામે એક પીપળો વાવી, એના ફરતે ચોરો બનાવી, એના પર થોડા ભાભલાઓને બેસાડી, ને પછી એ ભાભલાઓની સભામાં ભંગાણ ના પાડી શકાય? […]
ખબરનથીપડતી, એનેમાંકહુંકેમાતૃભાષા; કારણકેમનેમારીમાતૃભાષામારાદેશજેવીલાગેછે.! જયારેજયારેએવુંલાગેકેહુંએનેખુબજસારીરીતેજાણુંછું, તેવાદરેકક્ષણપરકંઈકનવીજવિવિધતાનોપરિચયથાયછે, જાણેકેએમાંએકઅલગજધરોહરહોય.! ખબરનથીપડતી, કેહુંચાલ્યોતોહઈશ, પણક્યારેય ‘હેંડ્યો’કેમનથી!; પાણીપીધુંહશે , પણ ‘પોની’કેમનથીપીધું!, વાદળોવરસતાજોયાછે, પણ ‘વાદલડી’વરસતાકેમનથીજોઈ! અગણિતવારસવારપડતાંજોઈછે, પણક્યારેય ‘પરોઢિયું’ કેમનથીનિહાળ્યું! મારાહૃદયનીઅંદરઝાંખવાનોપ્રયાસતોકર્યોછે; પણક્યારેય ‘મનનીમાલીપા’જોવાનોપ્રયત્નકેમનથીકર્યો!; આવીજરીતેઘણુંબધુંકર્યુંછે, પણ ‘હંધુંય’કેમનથીકર્યું.! કહેવાયછેકે, બારગામેબોલીબદલાયછે; પણમજાનીવાતતોએછે, કેઆકહેવતપણબારગામેઅલગઅલગઢબમાંબોલાયછે; એવીજરીતેજેવીરીતેમાણસનીમાતૃભાષાઅલગઅલગહોયછે, પણદરેકનીમાનીમમતાતોએકસરખીજહોય. મનેતોલાગેછેકેમારીમાતૃભાષાજોડેહેતનુંએવુંબંધાણ છેજેમનેરોજઅલગપ્રતીતિકરાવેછે, એજચાલતીશ્રુષ્ટિમાંનવુંજીવનજીવતાશીખવાડેછે.! ખરેખરખબરનથીપડતી, એનેમાંકહુંકેમાતૃભાષા; કારણકેમનેમારીમાતૃભાષામારાદેશજેવીલાગેછે.!
આળસ આવે છે કે આ સમય વીતી જવાનો ભય? આજે જયારે બહાર જતા મનુષ્ય ગભરાય છે. અને ત્યારે તેને બાંધેલા પ્રાણીઓ ની સ્તિથી સમજાય છે! આજે જયારે એકમેક થી દૂર રહેવાનો મૌકો અપાય છે. અને ત્યારે તેને સમાજ નો અર્થ સમજાય છે! આજે જયારે એજ રમતો ફરી થી રમાય છે. અને ત્યારે તેને બાળપણ નો […]
“હવેતોલડીલેવુંછે …..” હવેતોલડીલેવુંછેજંગલનારાજાસાવજનીજસામેહાથીનીજેમ.. કેવાઘ, દિપડાનોતોભયજનારહેકૂતરાબિલાડીનીજેમ…. હવેતોપચાવીલેવુંછેદરેકમુસીબતોનુંઝેરનીલકંઠનીજેમ, કેપચાવીશકીએરોજડંખદેતાવિઘ્નસંતોષીમાણસોનુંઝેરપાણીનીજેમ… – ચેતનકુમારચૌહાણ. This poetry is dedicated to a poisonous person of society who enjoy spreading hates and destroy peace of others by their words and acts. આકવિતાસમાજનાએવાઝેરીવ્યક્તિઓનેસમર્પિતછેજેઓતેમનાશબ્દોઅનેકાર્યોદ્વારાનફરતફેલાવવાનોઆનંદમાણેછેઅનેબીજાનીશાંતિનોનાશકરેછે.
હું આશ છું , હું શ્વાસ છું ધરા પરનો ઉજવાસ છું હું રીત , પ્રીત અને ચિત્તથી સંસારનો આધાર છું. હું તાલ છું , હું લય છું સાંત સુરોના અનોખો અહેસાસ છુંહું રાગ , પ્રાસ અને સાઝનો સંગીત શાસ્ત્રનાદ છું. હું ડાળ છું , હું પાન છું અસંખ્ય ઔષધિઓનો અતુલ્ય ભંડાર છું હું છાલ , […]
ઘરથી નીકળી શાળાએ જતાં, મા-બાપને નમન કરીએ, શાળામાં જઈ ભણતા પહેલાં, ગુરુજીને વંદન કરીએ, બે કર જોડી મા શારદાની, શાંતિથી પ્રાર્થના કરીએ, પછી લાઈનસર રૂમમાં જઈને, અભ્યાસમાં જ ધ્યાન ધરીએ, રિસેસનાં સમયમાં નાસ્તો કરી, થોડી વાર આરામ કરીએ, શાળામાં શિખેલ પાઠનું, ઘરે જઈ ચિંતન કરીએ
જ્યારે આંખો ખૂલી માતાનાં ખોળામાં, પહેલો શબ્દ સાંભળ્યો તે ‘નસીબ’. જ્યારે આવ્યો શાળાનાં તે પ્રાંગણમાં, સફળતા અને નિષ્ફળતા માટે જવાબદાર તે ‘નસીબ’. જ્યારે મૂક્યો પગ ધબકતાં હૈયે યુવાનીમાં, પ્રિયપાત્રને શોધવા માટેનો આધાર તે ‘નસીબ’. જ્યારે પુખ્તતાની એ ભરપૂર હાડમારીમાં, જીવન જીવવાની સાચી રીત શીખવનાર તે ‘નસીબ’. જ્યારે વૃદ્ધાવસ્થાની એ લાચાર આંખોમાં, કોઈ એક આશા સાથે […]
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે […]
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે! હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે ન જાણ્યું […]
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.