ક્રોસવર્ડ (કોયડો) એ ઘણાબધા લોકોના રોજિંદા જીવનમાં તાણાવણાની જેમ વણાઈ ગયું છે, લાખો લોકોની રોજિંદી ટેવ છે. મારાં માતા-પિતા, મિત્રો પણ અનેરા રસ સાથે આ રમત રમવાનો આનંદ ઉઠાવે છે. તે લોકો છાપું લઈને કોયડો (ક્રોસવર્ડ) પૂરવાનું ચાલુ કરશે, ક્રોસવર્ડ પૂરવા માટે લડશે પણ ખરા.
ઘણી જગ્યાએ એટલે કે બસમાં, ટ્રેનમાં ક્રોસવર્ડ પૂરવું એ લોકો માટે એક આચારપદ્ધતિ થઈ ગઈ છે.
ઘણા લોકોની દિવસની શરૂઆત જ સવારની ચા સાથે ક્રોસવર્ડ પૂરવાથી થાય છે. કેટલાક લોકો માટે ક્રોસવર્ડ માનસ(Mind) યોગા છે.
દરેકને ક્રોસવર્ડ પૂર્ણ કરવો એ તેમના માટે એક અનેરો આનંદ છે.
ગુજરાતીલેક્સિકોન તમારા માટે ક્રોસવર્ડ જેવી લોકપ્રિય રમત કમ્પ્યૂટર પર લાવ્યું છે. તે રમવા પ્રયત્ન કરો.
ક્રોસવર્ડ રમ્યા બાદ તમારું પરિણામ એટલે કે આ ક્રોસવર્ડ કેટલા સમયમાં પૂર્ણ કર્યો છે તે જોઈ શકો છો અને તેને તમે ફેસબુક, ટ્વિટર પર Share કરી શકો છો.
ક્રોસવર્ડ કેવી રીતે રમી શકાય? તેના માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરતા તમે જાણી શકો છો.
http://gujaratilexicon.com/upload/helpfiles/crossword-help.pdf
ગુજરાતીલેક્સિકોનની સાઇટ પર સમયાંતરે એક નવો ક્રોસવર્ડ અપલોડ કરવામાં આવે છે. અગાઉ અપલોડ થયેલા ક્રોસવર્ડ પણ તમે ત્યાંથી રમી શકો છો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.