स्त्री.
એ નામની એક ઔષધિ; એક જાતની વેલ; સાપસૂન; ઈશ્વરમૂળ; નાકુલી; સરસા; નાગસુગંધા; ગંધાનાકુલી; નકુલેષ્ટા; ભુજંગાક્ષી; સર્પાંગી; વિષનાશિની; નોળવેલ. શીતજ્વર મટાડવામાં તે બહુ ઉપયોગી હોવાનું મનાય છે. સર્પના ઝેર ઉપર પણ તે વપરાય છે. આ વેલનાં પાન નાગરવેલનાં પાન જેવાં હોય છે. કંદ અને મૂળ ઉપયોગી છે. તે વિષનાશક હોવા ઉપરાંત જ્વર, કૃમિ અને કફમાં પણ ઉપયોગી કહેવાય છે. તેનું કંદ જમીનની અંદર ઊંડું હોય છે. તેનાં મૂળને રાસ્ના કહે છે એવી માન્યતા છે કે, નોળિયું સર્પની સાથે લડે ત્યારે સર્પ કરડે તો તે તરત નોરવેલ સૂંઘી આવે છે અને તેથી બચી જવા પામે છે. ચોમાસામાં ખેતરોમાં તે બહુ ઊગી નીકળે છે. દક્ષિણ હિંદ તથા કોંકણમાં તે ખૂબ થાય છે. તેનાં મૂળ ગરમ, ઘણાં કડવાં, વામક, વાતહર, આર્તવજન્ય, જ્વરઘ્ન, કૃમ્ઘ્ન, વિષઘ્ન, રેચક અને પાચક છે. તે સર્પદંશનું ઝેર, વીંછી, ઉંદર, ગરોળી અને અન્ય ઝેરી પ્રાણીઓનું ઝેર, અફીણ વગેરે વનસ્પતિનું ઝેર તેમ જ ધાતુ અને ઉપધાતુઓનાં ઝેર નાબૂદ કરનાર મનાય છે. તે માટે અરીઠાના પાણીમાં કે ધોળી ચણોઠીનાં મૂળ સાથે વાટી પિવડાવવાથી ખૂબ ઊલટી થઈ ઝેર ઊતરે છે. તેનાં સર્વાંગ સુગંધી, બહુ કડવાં, કટુપૌષ્ટિક, વાયુનાશક, ગ્રાહી, ગર્ભશયોત્તેજક, દીપન, મજ્જાતંતુને ઉત્તેજક, સ્વેદલ, જ્વરપ્રતિબંધક, વિષહર, મૂત્રાશય અને મૂત્રપિંડના તમામ રોગમાં વખાણવા જેવી અસર કરે છે. બચ્ચાંને દાંત આવતી વખતે થતાં ઝાડા ઊલટીને તે મટાડે છે. ત્રિદોષ અને મજ્જાતંતુઓના રોગમાં તેની સાથે તગરના ગંઠોડા દેવાથી સારો ફાયદો થતો મનાય છે. નાની નોરવેલને નાઉળ કહે છે. તેના વેલ ચોમાસામાં ઊગી નીકળે છે. તેનાં અણીવાળાં પાંદડાંની બંને બાજુએ પૂમ હોય છે. નાઉળનાં પાંદડાનું શાક થાય છે. તે શાક ઠંડું અને ગરમીવાળા માણસને પથ્યકર છે. પાન મૂત્રકૃચ્છ્ર, મૂત્રાઘાત, ઉપદંશ અને આંખો આવે તે ઉપર ઉપયોગી ગણાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં